600 લોકો જોડાયા, રોજ સમતોલ આહાર લેવા, સપ્તાહમાં એકવાર સાઇકલ ચલાવવા માતા-પિતા અને વિદ્યાર્થીઓનો સંકલ્પ
સ્વસ્થતાનો સંદેશો આપવા માટે રવિવારે રાજકોટમાં ગેલેક્સી સાઇકલો ક્રેઝનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડોક્ટર, સીએ, વિદ્યાર્થી, બિલ્ડર, સહિત 600 લોકો જોડાયા હતા. આયોજક અનિષભાઈ વાધેરે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 15 કિમી સાઇકલ ચલાવવામાં આવી હવે સપ્તાહમાં એકવાર સાઇકલ ચલાવવા માટે સંકલ્પ કરવામાં આવ્યો છે.માલવિયા પેટ્રોલ પંપથી સાઇકલ રેલી શરૂ થઇ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને તે ચૌધરી હાઈસ્કૂલ પાસે પૂર્ણ થઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.