પાટડીના નાના ગોરૈયા ગામે પિતાની ઘાતકી હત્યા કરાવવાના કેસમાં કોર્ટે પુત્ર અને મિત્રનાં બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. - At This Time

પાટડીના નાના ગોરૈયા ગામે પિતાની ઘાતકી હત્યા કરાવવાના કેસમાં કોર્ટે પુત્ર અને મિત્રનાં બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામના 52 વર્ષના શાંતિલાલ પટેલને બે દીકરા અને બે દીકરીઓ હતી જેમાં એની પત્નિ આજથી 18-20 વર્ષ અગાઉ પોતાની 12 મહિનાની અને 7 વર્ષની દીકરી સાથે પોતાના ઘરમાં જ સળગીને મોતને વ્હાલુ કર્યું હતુ જ્યારે એક દીકરાને ગામની જ કોઈ છોકરી સાથે લફડું થતાં એ સમાજના લોકોએ એણે ખુબ મારતા એ છેલ્લા 15 વર્ષથી ગામ છોડીને જતો રહ્યો છે હાલમાં એની કયાંય કોઈ ભાળ નથી જ્યારે બીજો દીકરો અમિત પણ આદિવાસી યુવતી સાથે લગ્ન કરી મોજશોખમાં જીવન ગુજરતો હતો પરંતુ એના પિતા શાંતિલાલ જમીન એના નામે ના કરતા એણે ગામમાં રહેતા અલ્પેશ ઠાકોર નામના શખ્સને પિતાની ઘણી બધી બેંક એફડી અને વીમાના અને જમીનમાંથી રૂ.10 લાખની સોપારી આપવાની સાથે પોતાના જ પિતાને મિત્રની મદદથી ગળેટૂપો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા પોલીસે ગણતરીના કલાકોમાં જ પિતાની હત્યા માટે સોપારી આપનારા નરાધમ પુત્ર અમિત અને એના મિત્ર અલ્પેશ ઠાકોરની અટક કરી આજે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જ્યારે હત્યારો આરોપી અલ્પેશ ઠાકોર અગાઉ પણ મોટર સાયકલ ચોરી અને ખેતરમાં દેડકા ચોરીમાં એનું નામ ખુલ્યું હોવાનું પણ સામે આવ્યું છે બીજી બાજુ આ બન્ને હત્યારા આરોપીઓના રિમાન્ડ દરમિયાન કદાચ વધુ આરોપીઓના નામ ખુલવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામે પોતાના પિતાની જમીન અને મિલ્કત માટે મિત્ર સાથે મળીને પિતાની ઘાતકી હત્યા કરવાનાં બનાવે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.