ધંધુકા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા નૂતન અન્નપૂર્ણા ભંડાર ઉદ્યઘાટન કરવામાં આવ્યું.
જન કલ્યાણ સેવા ટ્રસ્ટ ધંધુકા નૂતન અન્નપૂર્ણા ભંડાર ઉદ્યઘાટન
” જન સેવા એજ પ્રભુ સેવા”
પૂજય પુનિત મહારાજની પ્રેરણાથી ચાલતી સંસ્થા "શ્રી જનકલ્યાણ સેવા ટ્રસ્ટ ધંધુકા” દ્વારા વર્ષોથી ધંધુકા શહેરમાં સવારે નિ:શુલ્ક ભોજનનું ટીફીન જરૂરિયાતમંત લોકો સુધી પહોંચાડે છે.આજથી સાંજે પણ ખીચડી-કઢી વિના મુલ્યે આપવાની સેવા શરુ કરવામાં આવી.જે
શરદ પૂર્ણિમાના પાવન અવસરે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ ધંધુકા દ્વારા નૂતન અન્નપૂર્ણા ભંડારનું ઉદ્યઘાટન કરવામાં આવ્યું.
આ પ્રસંગે પાંજરાપોળ પ્રમુખશ્રી રમેશભાઈ પટેલ, હાલુભા રણજીતસિંહ ચુડાસમા અક્ષર ચેરીટેબલ ટ્રસ્ટ, ચેતનસિંહ ચાવડા APMC ચેરમેન ધંધુકા,નટુભાઈ આંબલીયા,ઘેલાભાઈ ગોવિંદભાઈ મકવાણા, પૃથેશભાઈ શાહ,અરવિંદભાઈ સોની,રાજુભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા અન્નદાન માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો,
તેમજ ટ્રસ્ટી શ્રી અમરતભાઈ ચોકસી અને ચમનભાઈ ટીમાણીયા ટ્રસ્ટી હયાત ના હોય તેમની જગ્યાએ હાલુભા ચુડાસમા અને મયંકભાઇ સોનીની નિમણુક કરવામાં આવી.
છેલ્લા ૧૨ વર્ષથી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ૭૦ થી વધારે દરરોજ બપોરે ટિફિન આપવામાં આવે છે.આજના શરદ પૂર્ણિમાના પાવન અવસરે આજ થી જ દરરોજ સાંજે નિયમિત કઢી ખીચડીનું ભોજન આપવામાં આવશે.નૂતન અન્નપૂર્ણા ભંડાર માટેની જગ્યા શાખા જીન ધંધુકા દ્વારા આપવામાં આવી છે.સમગ્ર કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટી શ્રી નીલેશભાઈ બગડિયા,મનુભાઈ રાઠોડ અને પૃથેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું.આ પ્રસંગે વિશાળ સંખ્યામાં નગરજનો તેમજ પત્રકાર હરીઓમભાઈ ને રાજુભાઈ પરીખ ઉપસ્થિત રહ્યા.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.