વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના રજતજયંતી વર્ષ ની ઉજવણી મહિલા પરિસંવાદ યોજાયો
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના રજતજયંતી વર્ષ ની ઉજવણી મહિલા પરિસંવાદ યોજાયો
બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના રજતજયંતી વર્ષ નિમિત્તે, બાળ કેળવણી મંદીર બગસરા ના પરીસરમાં, તારીખ ૨૮ ઓક્ટોબર ના રોજ,એક મહિલા પરીસંવાદ નું આયોજન કરવામાં આવેલ, તેમાં બગસરા તાલુકાના ૧૭૫ જેટલી બહેનો ખાસ ઉપસ્થિત રહેલ, મહિલા મંડળ ની સ્થાપના, તેના પરીણામો, સમાજમાં તેની જોવા મળતી અસરો, પ્રવૃત્તિઓ સામેના પડકારો અને આગામી દિવસોમાં શું શું કામગીરી કરવી જોઈએ? તે બાબતે ગીતો, વ્યાખ્યાન, સંવાદ, અને નાટકો દ્રારા ખૂબજ રસપ્રદ સમજ આપવામાં આવેલ, તેમજ સાસુ વહુ વંદના કાર્યક્રમ, પરીવાર ભાવના, સર્વોદય પાત્ર ની કામગીરી કરનાર બહેનો, માવતર ના ધેર કાર્યક્રમ, આરોગ્ય વિષયક, સ્વ રોજગારી, કિચન ગાર્ડન, પુસ્તક વાંચવ વગેરે શ્રેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનો ને સન્માનિત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં બહાર ના કોઈ મોટા વક્તા કે મહેમાન ની જગ્યા એ, મહિલા મંડળ ની બહેનો જ અનુભવ જન્ય વિચારો નું આદાન પ્રદાન કરેલ , તેમજ સંસ્થા ના ૨૫ વર્ષ નિમિત્તે ૨૫ બહેનો એ ૨૫ દિવડા પ્રગટાવી સદમાર્ગે જીવન જીવી, સામુહિક રીતે લોકસેવા ના કામોમાં પોતાનું પ્રદાન આપવાની પ્રતિજ્ઞા લીધી, તેમ કાર્યક્રમ ના સંયોજન શ્રી કવિતાબેન ડામોર અને દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર ની યાદી માં જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.