સાબરકાંઠા જિલ્લામાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન યોજાઇ - At This Time

સાબરકાંઠા જિલ્લામાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન યોજાઇ


* સાબરકાંઠા જિલ્લામાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન યોજાઇ*

******************
*નાગરીકોમાં ચાલવાની અને દોડવાની ટેવ કેળવવાના ઉદ્દેશ સાથે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન યોજાઇ*

*******************
સાબરકાંઠાના સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગર ખાતે નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રને લીલી ઝંડી આપી દોડની શરૂ કરવામાં આવી હતી.

ભારત સરકાર ખેલ વિભાગ યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનની શરૂઆત કરવામાં આવી છે. આ રનનો ઉદ્દેશ દેશના નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રતિ જાગૃતિ આવે, ચાલવાની દોડવાની ટેવ કેળવી નાગરિકો સારુ સ્વાસ્થ્ય મેળવી શકે તે છે. જેના ભાગરૂપે સાબર સપોર્ટ સ્ટેડિયમ હિંમતનગર દ્વારા ફીટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ દોડનું આયોજન કરાયું હતું.જેમાં સ્ટેડિયમના ખેલાડી તેમજ શાળા ના બાળકો શિક્ષકો જોડાયા હતા.
**********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.