અપહરણના ગુન્હામા આરોપી તથા ભોગ બનનારને ગણતરીના દિવસોમા શોઘી કાઢતી બોટાદ પોલીસ
અપહરણના ગુન્હામા આરોપી તથા ભોગ બનનારને ગણતરીના દિવસોમા શોઘી કાઢતી બોટાદ પોલીસ
ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓ દ્વારા અપહરણ સબંઘી ગુન્હાઓના આરોપી તથા ભોગ બનનારને તાત્કાલિક શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલીયા દ્વારા તમામ અધિકારીને સુચનાની અમલવારી કરવા જણાવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ખરાડીનાઓએ સુચના મુજબ બોટાદ જીલ્લામાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમા ગઢડા રોડ ઉપર થી ગઇ તા.૧૨/૧૦/૨૩ ના ક.૧૬/૦૦ વાગ્યે આરોપી નીલેશભાઇ હસમુખભાઇ મેર રહે.ખાંભડા તા.બરવાળા જી.બોટાદવાળો ફરીયાદીના કાયદેસરના વાલી પણામાથી ભોગ બનનારનુ અપહરણ કરી નાસી ગયેલ હોય જે આરોપી તથા ભોગ બનનારને શોઘ ખોળ દરમ્યાન ડી-સ્ટાફના એ.એસ.આઇ. અજયભાઇ રાઠોડ તથા પો.કોન્સ પ્રજ્ઞેશભાઇ ઝરમરીયા તથા પો.કોન્સ.યોગેશભાઇ સોલંકી,અજયભાઈ સોલંકી,કિશોરભાઈ ચૌહાણ,લાલજીભાઈ રાઠોડ નાઓને સયુકત રીતે બાતમી રાહે મળેલ હકિકતના આઘારે શિહોર તાલુકાના ચોરવડલા ગામની સીમમાંથી આરોપી તથા ભોગબનનારને ગણતરીના દિવસોમા શોઘી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી બોટાદ ટાઉન પોલીસ.
રિપોર્ટ:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.