વૈષ્ણોદેવીથી ખોરજ સુધી જાહેરમાં ઘાસ વેચનારા 5 લોકો સામે કાર્યવાહી - At This Time

વૈષ્ણોદેવીથી ખોરજ સુધી જાહેરમાં ઘાસ વેચનારા 5 લોકો સામે કાર્યવાહી


ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા નવી ઢોર નિયંત્રણ પોલીસીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ પોલીસી મુજબ જાહેરમાં ઘાસ વેચી શકાતું નથી તેમ છતાં અનેક સ્થળોએ ઘાસ વેચવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. મહાનગરપાલિકાની ટીમે એસજી હાઇવે પર વિવિધ સ્થળોએ ચેક કરીને એસજી હાઇવે પર ઘાસ વેચતા 5 લોકોને પકડીને કાર્યવાહી કરી હતીસીએનસીડી શાખાની ટીમે સીઆરપીએફના જવાનોને સાથે રાખીને ચેકીંગ હાથ ધરતા વૈષ્ણોદેવીથી ખોરજ કેનાલ સુધીના એસજી હાઇવે પર ગેરકાયદે ઘાસચારો વેચી રહેલા 4 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.