સરકારે હાર્ટએટેકની ઘટનાઓનું કારણ શોધવા માટે કમિટીની રચના કરી
રાજ્યમાં વધતા હાર્ટ એટેકથી મોતના મામલે સરકાર એક્શનમાં આવી છે. નોંધનીય બાબત છે કે રાજ્યમાં નવરાત્રિ દરમિયાન 36 લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. જે પછી સરકારે તાત્કાલિક ધોરણે કમિટી બનાવવાની જાહેરાત કરી છે. જેના માટે સરકારે નિષ્ણાંત ડૉક્ટરો સાથે ચર્ચા કરી છે અને હાર્ટ એટેકનું કારણ શોધવા કમિટીની રચના કરવામાં આવી છે. આ માટે રાજ્યના નિષ્ણાંત ડૉક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટીમાં યુએન મહેતા હોસ્પિટલના ડૉક્ટર સામેલ કરવામાં આવ્યા છે તેમજ અન્ય નિષ્ણાંત ડૉકટર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.