કોડીનાર નગરપાલીકા દ્વારા આવાસ યોજના અને પોલીસ લાઇન વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઇ કરાઈ
કોડીનાર નગરપાલીકા દ્વારા આવાસ યોજના અને પોલીસ લાઇન વિસ્તારમાં
સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઇ કરાઈ
----------
ગીર સોમનાથ. તા.૨૭: ‘સ્વચ્છતા હી સેવા’ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન ચાલી રહ્યુ છે.જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર નગરપાલીકા દ્વારા શહેરના આવાસ યોજના અને પોલીસ લાઇન વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યા છે.
“સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ, કોડીનાર નગરપાલિકા શહેર વિસ્તારમાં આવેલ RAY તથા IHHDP (૫૧૨ તથા ૩૧૨ આવાસ યોજના)ના વિસ્તારોની સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા કરવામાં આવી હતી.અને કોથળીઓ, કાગળો,પ્લાસ્ટિક, ઝાડના ખરી ગયેલ પાદડાઓ સહિતનો કચરો એકઠો કરવામાં આવ્યો હતો.
તેમજ શહેરમાં આવેલા પોલીસ લાઇન વિસ્તારમાં તથા આજુબાજુના રસ્તા સહિતની સ્વચ્છતા ઝુંબેશનું અંતર્ગત સ્વચ્છતા કરવામાં આવી હતી.અને આ વિસ્તારોને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યા છે. આ સ્વચ્છતા ઝૂંબેશ કોડીનાર શહેરના સફાઇ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી વિસ્તારોને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા.
00
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.