રાજકોટમાં મહિલા ઉદ્યોગપતિ સાથે તેના પુત્રના સાઢુભાઈએ વેપાર કરવાના બહાને 35 લાખની છેતરપીંડી આચરી - At This Time

રાજકોટમાં મહિલા ઉદ્યોગપતિ સાથે તેના પુત્રના સાઢુભાઈએ વેપાર કરવાના બહાને 35 લાખની છેતરપીંડી આચરી


રાજકોટમાં સાયફોકસ ટેકનોલોજી કંપનીમાં એમ.ડી. અને ઉદ્યોગપતિ સાથે તેના પુત્રના સાઢુભાઈએ વેપાર કરવાના બહાને રૂ.35 લાખ મેળવી બાફમાં હાથ ઊંચા કરી દિધા હતાં. જે મામલે મહિલા ઉદ્યોગપતિએ તેના પુત્રવધૂને વાત કરતાં તે ઝઘડો કરી તેના માવતર ચાલી જતાં હાલ તો મહિલાને રૂપિયા અને પુત્રવધુ બંને ગુમાવવાનો વારો આવ્યો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર સંજય વટીકા શેરી નં.4 માં રહેતાં સુજાતાબેન રાજશેખરન નાયર (ઉ.વ.60) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પ્રિતેષ નાયર (રહે. ચીખલી, પુના) મુ નામ આપતાં યુનિવર્સિટી પોલીસે આરોપી વિરૂદ્ધ આઇપીસીની કલમ 406, 420 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં બે બાળકો છે જેમાં મોટો દિકરો વિપીનરાજના લગ્ન ચારેક વર્ષ પહેલા પુનાના પીંપરી ચીચવડ ગામના રહેવાસી રાજનભાઇ રામચંદ્ર નાયરની દિકરી રશમિ સાથે થયેલ હતા. તેમની પુત્રવધુ રશિમ છેલ્લા ત્રણેક માસથી તેમના પિતાના ધરે રીસામણે જતી રહેલ છે અને તેમની પુત્રવધુની બહેન સ્નેહા કે જેના લગ્ન પુણે ખાતે રહેતા પ્રતિશ નાયર સાથે થયેલ છે. તેમજ તેણી સાયફોકસ ટેકનોલોજી કંપનીમાં એમ.ડી તરીકે છે.
વધુમાં ઉમેર્યું કે, એકાદ વર્ષ પહેલા મારા પુત્ર વિપીનરાજના સાઢુભાઇ પ્રતિશ નાયર જે પુના ખાતે વેપાર કરતા હોય અને તે અવાર નવાર વિપીનરાજ પાસે નાણાની માંગણી કરતા તે બાબતે મારા પુત્રએ વાત કરતા મે તેને આવા કોઇ નાણા ન આપવા જણાવેલ હતુ. બાદમાં મારા દિકરાને તેમના સાસરી પક્ષમાંથી આ બાબતે ફોન આવેલ હોય તેમજ તેમના પત્નીએ પણ વાત કરેલ હોય અને તેમના સાઢુભાઇનો ફોન આવેલ જે મામલે મારા પુત્રએ મને કહેલ કે, મારા સાઢુભાઇ પ્રતિશને ધંધામાં રોકાણ સારૂ રૂપીયા 35 લાખની જરૂરત છે અને રૂપિયા તમો તેને આપો તો તે આપેલ રૂપિયાનુ સારૂ એવું સમયસર વળતર પણ આપશે તેવુ વચન અને વિશ્વાસ આપેલ છે.
જે બાદ, મારા પુત્રએ વાત કરેલ જેમાં મને વિશ્વાસ આવતા મે જે-તે સમયે મારી મિલકતનું વેચાણ કરેલ હતું. જેની આવેલ રકમમાંથી એચ.ડી.એફ.સીના એકાઉન્ટમાંથી તા. 18/01/2023 ના રોજ એનઇએફટી મારફતે રૂપીયા 33 લાખ પ્રતિશ નાયરના એકાઉન્ટમાં જમાં કરાવેલ હતા. અને બાદમાં તા. 19/01/2023 ના રૂપીયા 2 લાખ પ્રતિશ નાયરના એકાઉન્ટમાં જમાં કરાવેલ હતા. રૂપીયા જમાં કરાવ્યાના બે-ત્રણ માસ બાદ પ્રતિશ પાસે આપેલ રૂપીયા 35 લાખ પરત માંગ્તા તેઓ વાયદાઓ કરતા હોય અને રૂપીયા પરત આપ્તા ન હોય.
જેથી આ બાબતે મારા વેવાઇ, પુત્રવધુ રશ્મી તેમજ પ્રીતેષના પત્નિ સ્નેહાને અવાર-નવાર કહેલ કે, મારે મારી મરણમૂડીની જરૂરીયાત હોય અને તે આપેલ રૂપિયા બાબતે આપેલ વચન અને વિશ્વાસ મુજબ રૂપીયા સમયસર પરત આપતાં નથી. તેમજ મારા પુત્રએ તેની પત્ની રશ્મીને તેના સાઢુભાઈને આપેલ રૂપીયા માંગતા તેને પસંદ ન આવતા તેણી અમારી સાથે ઝઘડો કરી તેના પિયર પુના ખાતે રહેવા જતી રહેલ હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી એએસઆઈ હાર્દિક રવીયાએ વધું તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.