દુકાન પાસે પડેલ પથ્થર મામલે પડોશી પિતા-પુત્રએ મહિલાને અપશબ્દો કહીં મારમાર્યો - At This Time

દુકાન પાસે પડેલ પથ્થર મામલે પડોશી પિતા-પુત્રએ મહિલાને અપશબ્દો કહીં મારમાર્યો


હનુમાનમઢી પાસે ફૂલની દુકાન પાસે પડેલ પથ્થર મામલે મહિલા વેપારીને ત્યાં બાજુમાં રહેતાં પિતા-પુત્રએ અપશબ્દો કહી મારમાર્યો હતો. બાદમાં તેની પુત્રીને પણ મારવાનો પ્રયાસ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે રૈયા ચોકડી પાસે રાધિકા પાર્ક શેરી નં.2 માં રહેતાં મંજુબેન ધીરુભાઇ વેકરીયા (ઉ.વ.52) એ આરોપી તરીકે માધવ શુક્લ, રાજુ શુક્લ, હર્ષ શુક્લ અને હરી શુક્લ (રહે. તમામ તિરૂપતિનગર, રૈયારોડ) ના નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે આઇપીસીની કલમ 323,114 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ હનુમાન મઢી ચોક પાસે તિરૂપતિ નગર-1 માં મારૂતિ પુષ્પ ભંડાર નામની ફુલ-લે વેચની દુકાન ચલાવે છે.ગઈકાલે બપોરના તેઓ ફુલની દુકાને હતાં ત્યારે દુકાન સામે રહેતા માધવ શુકલ તેની કાર લઇને આવેલ અને દુકાન પાસેના ઓટા બાદ રોડ તરફ પડેલ પથ્થર જોઇને કહેવા લાગેલ કે, આ તારા પિતાનો રોડ છે. તને અગાઉ પણ આ પથ્થર સાઇડમાં રાખવાનુ કહેલ છે, પણ તુ સુધરતી નથી કહીં અપશબ્દો બોલ્યા હતાં. તેણીએ પણ સામે અપશબ્દો બોલતાં તે ઉશ્કેરાય ગયેલ અને પેટમાં પાટુ મારતા ત્યાં પડી ગયેલ, જેથી દેકારો થતા માધવના પિતા રાજુ શુકલ તથા તેના ભાઈ હરી શુક્લ, હર્ષ શુકલ આવેલ અને બોલાચાલી કરી ફડાકા ઝીંકી ઘરે જતા રહેલ હતાં.
બાદમાં તેણીએ તેના પુત્રને ફોન પર બનાવની વાત કરતા તેના પુત્ર-પુત્રી દુકાને આવેલ અને બાદમાં રાજુ શુકલના ઘર પાસે ગયેલ અને ડેલી ખખડાવતા ઘરના બધા લોકો નીચે આવેલ અને તેમને કહેલ કે, તમે મારા મમ્મીને શુ માટે માર્યા છે, તેમ કહેતા હર્ષ શુકલ તેના ઘરમાંથી ક્રીકેટનુ બેટ લઇ આવેલ અને તેની પુત્રીને મારવા જતાં તેના પુત્રએ બેટ પકડી લીધેલ હતું. બાદમાં તેઓએ 100 નંબરમાં ફોન કરી પોલીસની ગાડી બોલાવેલ હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લઈ તપાસ હાથ ધરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.