રાજકોટમાં 10 સ્થળે GSTએ તપાસ શરૂ કરી
ઔદ્યોગિક એકમો સહિત વિવિધ સેક્ટરના વેપારીઓને ત્યાં તપાસ
તપાસના અંતે મોટી કરચોરી બહાર આવે તેવી અધિકારીઓને આશા
રાજકોટમાં ગુરુવારે જીએસટીની તપાસ હાથ ધરવામાં આવી હતી. ઔદ્યોગિક એકમો અને વિવિધ સેક્ટરના વેપારીઓને ત્યાં અધિકારીઓ તપાસ અર્થે પહોંચી ગયા હતા. જોકે દિવાળી પહેલા જ કરચોરી પકડવા માટે તપાસ કરીને જીએસટી વિભાગે બોણી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તપાસ સ્થળ જાહેર કરવામાં અધિકારીઓએ મૌન સેવી લીધું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.