મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૨૫ પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ - At This Time

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૨૫ પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ


જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેઓના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાયેલ સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ થઈ ગયા છે. આ 20 વર્ષમાં અસંખ્ય લોકોએ સ્વાગત કાર્યક્રમ થકી પોતાની મુશ્કેલીઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા મામલતદાર કચેરી ખાતે કલેકટરશ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને ગ્રામ્ય અને તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આજરોજ કુલ ૨૫ જેટલી અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે. જેમાં તાલુકા સ્વાગતના કુલ ૧૩ પ્રશ્નો અને ગ્રામ સ્વાગતના કુલ ૧૨ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ તમામ ફરીયાદોના અરજદારશ્રીઓને સંબધિત વિભાગના અધિકારીશ્રીઓની હાજરીમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સાંભળવામાં આવી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં અરજદારો સહિત તમામ તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.