હળવદ નું નવું કોયબા ગામ માં ઘરે ઘરે બીમારીના ખાટલા ચાર થી વધુ ડેન્ગ્યુના કેસ
આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરી યોગ્ય સારવાર આપવામાં આવે તેવી લોકમાંગ
ચોમાસું વિતયા બાદ હળવદના ગ્રામ્ય પંથકોમાં મચ્છરજન્ય ડેન્ગ્યુનો રોગચાળો વકર્યો છે ત્યારે હળવદ ના નવા કોઇબા ગામે નાના એવા ગામમાં ડેન્ગ્યુના ચાર કેસ નોંધાયા છે તે સિવાય ગામમાં ઘણા માણસો બીમાર છે ત્યારે ગામમાં સબ સેન્ટર આવેલ છે પરંતુ સ્ટાફનો અભાવ છે ત્યારે ના છૂટકે લોકોને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે ગ્રામ લોકોના કહેવા અનુસાર ગામમાં ચાર થી વધુ ડેન્ગ્યુના કેસો આવ્યા છે જેમાં અમુક હળવદ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર જેવા શહેરોમાંખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે ગામ લોકો દ્વારા તાત્કાલિક ના ધોરણે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરી અને સારવાર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ત્યારે આરોગ્ય તંત્ર પર પણ સવાલો ઊભા થાય છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.