પલ્લી મેળામાં આરોગ્યની ટીમે 178ની સારવાર કરી: ચેસ્ટ પેઇનના ત્રણ કેસ - At This Time

પલ્લી મેળામાં આરોગ્યની ટીમે 178ની સારવાર કરી: ચેસ્ટ પેઇનના ત્રણ કેસ


રૂપાલ ખાતેના પલ્લીમેળામાં આવનાર માઇભક્તોને આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે ચાર ટીમો તૈનાત કરી હતી. ગામના અલગ અલગ જગ્યાએ ફરજ બજાવતી આરોગ્યની ટીમોએ શરદી, ખાંસી, તાવ, શરીરનો દુ: ખાવો જેવી સામાન્ય બિમારીના 178 લોકોને સ્થળ ઉપર સારવાર કરવામાં આવી હતી. જોકે તેની વચ્ચે ચેસ્ટ પેઇનના 3 દર્દીઓ આવ્યા હતા. તેમને રૂપાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપીને રજા આપી હતી. ઉપરાંત પલ્લી મેળામાં આવેલા માઇ ભક્તો પાણીજન્ય રોગચાળાનો ભોગ બને નહી તે માટે ગામની તમામ ટાંકીઓમાં ક્લોરીનેશન કરાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.