વાયબ્રન્ટ પહેલા સૌથી વિશાળ રોડ તૈયાર કરવો મુશ્કેલ
ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટ દરમિયાન ગિફ્ટ સિટીની મુલાકાતે આવતા દેશ વિદેશના મહાનુભાવો વિદેશ જેવા રોડ પર સફર કરી શકે તે માટે રાયસણ પીડીપીયુ ગિફ્ટ સિટી રોડને શહેરનો સૌથી વિશાળ 80 મીટર પહોળો માર્ગ લેન્ડ સ્કેપીંગ અને બ્યુટિફિકેશન સાથે તૈયાર કરવાના આયોજનમાં પડકાર ઉભો થયો છે. ગુડા દ્વારા રોડની પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જ્યારે બીજા તબક્કાના કામનું ઉંચું ભરાતા તે રદ કરીને નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જેને કારણે ડિસેમ્બર સુધીમાં રોડ પુરો કરવો મુશ્કેલ બન્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.