Waah ફાઉન્ડેશન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ કમ્યુનિટી સાયન્સ સેન્ટરની ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે શરૂઆત કરવામાં આવશે. ૩૦૦ થી વધુ ગણિત વિજ્ઞાનના મોડેલોની અદ્દભુત લેબ નિર્માણ પામશે
Waah ફાઉન્ડેશન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ કમ્યુનિટી સાયન્સ સેન્ટરની ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે શરૂઆત કરવામાં આવશે.
૩૦૦ થી વધુ ગણિત વિજ્ઞાનના મોડેલોની અદ્દભુત લેબ નિર્માણ પામશે.
અમરેલી Waah ફાઉન્ડેશન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ કમ્યુનિટી સાયન્સ સેન્ટરની ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે શરૂઆત કરવામાં આવશે.
૩૦૦ થી વધુ ગણિત વિજ્ઞાનના મોડેલોની અદ્દભુત લેબ નિર્માણ પામશે.
Waah ફાઉન્ડેશન ( વી ઓલ આર હ્યુમન) દ્વારા ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે ૩૦૦ થી વધુ ગણિત વિજ્ઞાનના મોડેલો થી સુસજ્જ અદ્દભુત પ્રકારની લેબ નિર્માણ પામશે. અમરેલી અને તેની આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓની વિજ્ઞાન અને ગણિત વિષયમાં રુચિ વધે અને આપણા વિદ્યાર્થીઓને આધુનિક પ્રકારના વિશેષ મોડેલ અને પ્રયોગો દ્વારા શિક્ષણ મળી રહે તેના માટે Waah ફાઉન્ડેશન દ્વારા કલામ કેમ્પસ ખાતે આ વિશેષ પ્રકારનું કમ્યુનિટી સાયન્સ સેન્ટર તૈયાર કરાશે. આ સેન્ટરનો ઉપયોગ સમગ્ર જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ કરી શકશે. આ ઉપરાંત આ સેન્ટરમાં વિવિધ સાયન્સ ઉપર ઘણા વર્કશોપનું આયોજન પણ કરાશે. આજે સત્તાવાર રીતે waah ફાઉન્ડેશન ના ટ્રસ્ટીશ્રી આનંદભાઈ પટેલ અને ડો. વિશાલ જોષી કલામ કેમ્પસ પર આવ્યા હતા અને waah ફાઉન્ડેશન અને ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ વચ્ચે આ સેન્ટર માટે MOU કરવામાં આવ્યા. આ સેન્ટરની મદદથી સમગ્ર અમરેલી જિલ્લાના વિજ્ઞાનપ્રેમી વિદ્યાર્થીઓને ખૂબ મોટો લાભ મળશે. આ તકે સેન્ટર નિર્માણમાં waah ફાઉન્ડેશન ના વિષ્ણુભાઈ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. waah ફાઉન્ડેશનના પ્રમુખ પ્રફુલભાઈ અમીને ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ ને અભિનંદન પાઠવ્યા અને આ લેબના માધ્યમથી સમગ્ર અમરેલીના વધારેમાં વધારે વિદ્યાર્થીઓને લાભ મળે તેવી શુભેચ્છા પાઠવી છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.