ચંદુલાલ આહિર દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ચેકડેમના રીપેરીંગ કાર્યમાં ૧૧ હજાર રૂપીયાનું અનુદાન આપી જન્મદિનની પ્રેરક ઉજવણી કરી
ચંદુલાલ આહિર દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ચેકડેમના રીપેરીંગ કાર્યમાં ૧૧ હજાર રૂપીયાનું અનુદાન આપી જન્મદિનની પ્રેરક ઉજવણી કરી,
રાજકોટ મુળ ગામ પાટીદળ, હાલ રાજકોટના રહેવાસી ચંદુભાઈ આહીર તથા શ્રીમતી ભાવનાબેન ચંદુભાઈ આહીરની લાડકવાયી દિકરી ક્રિષ્નાબેન આહિર દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ચેકડેમના રીપેરીંગ કાર્યમાં ડેમ ઉપર રૂબરૂ શુભેચ્છા મુલાકાત લઈ પોતાના જન્મદિનની ઉજવણી નિમીતે ગીરગંગા પરીવાર ટ્રસ્ટને ૧૧,૦૦૦/– રૂપીચાનું અનુદાન આપેલ હતુ. ક્રિષ્નાબેનની આ અનુદાન રૂપી સેવાથી વર્ષોના વર્ષો સુધી પાણી બચવાથી પ્રકૃતિની રક્ષા થશે અને અનેક જીવજંતુઓનું કલ્યાણ થશે. ક્રિષ્નાબેનની સરાહનીય સેવા બદલ ગીરગંગા પરીવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વિઠ્ઠલભાઈ બાલધા, ભરતભાઈ પીપળીયા અને સહયોગી દાતાઓ બાબુભાઈ કનેરીયા, ચંદ્રકાંતભાઇ શાહ, રામજીભાઈ સંખારવા, મનુભાઈ કાનાણી, જીતુભાઈ પટેલ, બીપીનભાઇ મકવાણા, રતીભાઈ બાપોદરા, વિનોદભાઇ ભટ્ટ, વિઠ્ઠલભાઇ માંડવિયા, હિંમતભાઈ હરસોરા, રજનીભાઈ ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઇ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ દ્વારા મોમેન્ટો આપીને અભિવાદન કર્યું હતું, પારેખ, રામભાઈ ભરવાડ તથા ગીરગંગા પરીવાર
હાલમાં રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ એક નાનો ચેકડેમ કે જે અત્યારે સાવ ખાલી અને જર્જરીત હાલતમાં અને ખૂબ માટીથી ભરાયેલો છે જે ચેકડેમ ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી સાડાત્રણ એકર જગ્યામાં ઉડો, ઉંચો અને રીપેર કરવાનું પ્રકૃતિના રક્ષણ માટેનું ભગીરથ કાર્ય શરૂ છે . સામાન્ય રીતે જોવા જઈએ તો ૧ ફૂટ ઉંડો કરવામાં આવે તો ઓછામાં ઓછુ ૮૦ લાખ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે, જો તે ડેમને ૧૫ ફૂટ ઉંડો કરવામાં આવશે તો તે કેમ એક વખત ભરાવાથી અંદાજે ૧૨ કરોડ લીટર પાણીના જથ્થનો સંગ્રહ કરી શકીએ, ચોમાસા દરમ્યાન ૩ થી ૫ વખત આ ડેમ ભરાતા હોય છે. તેનાથી આજુબાજુની સોસાયટીઓમાં જમીનના તળ ઉંચા આવે, મીઠું અને શુધ્ધ પાણી લતાવાસીઓને મળે, જેનાથી બીમારી ઘટે, કોર્પોરેશનનું પાણી માટેનું ભારણ ઘટે અને માનવ જીવનને ખૂબ મોટો કાયદો થાય.
ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં હોય, તુટેલા હોય કે માટીના કાપથી ભરાઈ ગયેલ હાલતમાં હોય તે કરી રીપેર કરી તેનો
જીર્ણોધ્ધાર કરવામાં આવે છે અને ફળદ્રુપ માટી ડેમમાંથી ઉપાડી જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે અને ડેમમાં પાણીની ક્ષમતા વધારવામાં આવે છે
અને ખેડૂતોને ડેમમાંથી નીકળેલી ફળદ્રુપ માટી આપી પાક ઉત્પાદન પુષ્કળ કરવામાં મદદરૂપ થાય છે. અત્યારના સમયમાં સૌરાષ્ટ્રમાં અનેક ચેકડેમો
જર્જરીત અને તુટેલી હાલતમાં છે તેમજ ઘણા ડેમોમાં માટીથી ભરાઈ ગયેલ અને ખૂબ જ છીછરા થઈ ગયેલ હાલતમાં છે જે ચેકડેમોને દાતાઓના
સહયોગથી સંસ્થા દ્વ્રારા રીપેર કરવામાં આવે છે. જલ હૈ તો કલ હૈ' જેનો જીવનમંત્ર છે એવા દિલીપભાઈ સખીયા (પ્રમુખશ્રી—ગીરગંગા પરીવાર ટ્રસ્ટ) સૌરાષ્ટ્રનાં ૧૧૦૦૦ ચેકડેમો સંપૂર્ણ લોક ભાગીદારીથી તૈયાર કરવાનો વૃદ્ધ સંકલ્પ સાથે પુરજોશમાં કાર્ય કરી રહયાં છે. અત્યાર સુધીમાં ૧૨૦ થી વધુ ચેકડેમો પૂર્ણ કરેલ છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.