જંગલેશ્વરની બાજુના વિસ્તારમાં ઈઝરાયલ બોયકોટના પોસ્ટર લાગ્યા
નીલકંઠ પાર્ક અને આજુબાજુના વિસ્તારમાં ઈંગ્લિશ લખાણવાળા પોસ્ટર તાત્કાલિક દૂર કરી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો
આતંકવાદી જૂથ અને ઈઝરાયલ વચ્ચે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રાજકોટમાં પોસ્ટરો લાગતા ચકચાર
રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારને અડીને આવેલા નીલકંઠ પાર્કમાં અને આસપાસના રોડ પર ઈઝરાયલ બોયકોટના ઈંગ્લિશ લખાણવાળા કોઈ અસામાજિક તત્ત્વોએ પોસ્ટર લગાડ્યા હતા. આ અંગેનો વીડિયો ફરતો થતાં ભક્તિનગર પોલીસ અને એસઓજીએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતાં જંગલેશ્વરમાં રહેતા ચાર મુસ્લિમ શખ્સોએ આ પોસ્ટર લગાડ્યાનું સ્પષ્ટ થતાં ચારેયની અટકાયત કરીને તેઓની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.