સાબરકાંઠા જિલ્લાના-: ગાંભોઇ પોલિસ સ્ટેશન વિસ્તારના અનડીટેક્ટ મોબાઇલ ફોન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ચોર ઇસમને પકડી પાડતી હિંમતનગર એ ડીવીઝન પોલીસ………
સાબરકાંઠા જિલ્લાના-:
ગાંભોઇ પોલિસ સ્ટેશન વિસ્તારના અનડીટેક્ટ મોબાઇલ ફોન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ચોર ઇસમને પકડી પાડતી હિંમતનગર એ ડીવીઝન પોલીસ.........
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લામાં મીલ્કત સબંધી ચોરીઓના બનાવ સબંધે આવી ચોરીઓ કરતા ઈસમોને પકડી ગુન્હા બનતા અટકાવવા સારૂં સુચના આપેલ હોય,જે સંદર્ભે એ.કે.પટેલ નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જે.કે.રાઠોડ ઇન્ચાર્જ પોલિસ ઇન્સ્પેક્ટર એ ડીવીઝન પોલિસ સ્ટેશન હિમતનગરનાઓએ સર્વેલન્સ સ્કોડના માણસોને આ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઇસમોને પકડવા સુચનો કરેલ.જે આધારે સર્વેલન્સ સ્કવોડના માણસો આ દિશામાં સતત તપાસમાં રહેલ દરમ્યાન સર્વેલન્સ સ્કવોડના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જ્ઞાનદીપસિંહ વિજયસિંહ તથા મિતરાજસિંહ રણજીતસિંહનાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે સાબરડેરી થી ગઢોડા રસ્તા ઉપર એક ઇસમ મોંઘો મોબાઇલ ફોન બીલ વગરનો સસ્તા ભાવમાં વેચવા ફરે છે..
જે બાતમી હકીકત આધારે સર્વેલન્સના માણસો સાથે સાબરડેરી ચાર રસ્તા નજીક જઇ સદરી ઇસમને પકડી સદરી ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ રાહુલસિંહ દીલીપસિંહ સોલંકી રહે.દોલતાબાદ વચલોવાસ તા.તલોદ જી.સાબરકાંઠાનાઓ ઝડતી કરતા એક સેમસંગ કંપનીનો ગેલેક્સી ૨૧ કાળા કલરનો મોબાઇલ ફોન જે મોબાઇલ ફોન વિશે આધાર પુરાવા માગતા સદરીએ કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહીં જેથી યુકિતી-પ્રયુકિતી થી પુછતા પોતે આ મોબાઇલ આજથી છ મહીના પહેલા ડુમરા ગામથી એક મકાનમાંથી ચોરી કરી હોવાનું કબુલ કરતો જેથી સેમસંગ કંપનીનો ગેલેકસી ૨૧ મોડલનો મોબાઇલ કિંમત રૂપિયા-૩૫,૯૯૯ નો ગાંભોઇ પોલીસ સ્ટેશન એ.પાર્ટ.ગુ.ર.નં-૧૧૨૦૯૦૧૪૨૩૦૬૯૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ હોય..
જે મોબાઇલ ફોન સદરી ઇસમ પાસેથી મળેલ હોય જે તપાસ અર્થે કબજે લેવામાં આવેલ આમ સદર ગુન્હાનો મુદ્રામાલ રીકવર કરી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી મીલ્કત સંબંધી ગુન્હાનો ભેદ ઉકેલી સફળતા મેળવેલ છે.ટીમ એ રીકવર કરેલ મુદ્દામાલ જેમાં સેમસંગ કંપની ગેલેકસી ૨૧ મોબાઇલ ફોન કિંમત-૩૫,૯૯૯/-આ કામગીરી કરનાર ટીમ જેમાં જે.કે.રાઠોડ ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર,પરેશ.પી.જાની પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જ્ઞાનદિપસિંહ વિજયસિંહ,મિતરાજસિંહ રણજીતસિંહ,મહાવીરસિંહ પ્રભાતસિંહ,કલ્પેશકુમાર કેશવલાલ,કપીલભાઇ કલ્યાણસિંહ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.