સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર એ ડીવીઝન પોલિસ સ્ટેશન વિસ્તારના અનડીટેક્ટ મોબાઇલ ફોન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ચોર ઈસમને પકડી પાડતી હિંમતનગર એ ડીવીઝન પોલીસ - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર એ ડીવીઝન પોલિસ સ્ટેશન વિસ્તારના અનડીટેક્ટ મોબાઇલ ફોન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ચોર ઈસમને પકડી પાડતી હિંમતનગર એ ડીવીઝન પોલીસ


સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગર એ ડીવીઝન પોલિસ સ્ટેશન વિસ્તારના અનડીટેક્ટ મોબાઇલ ફોન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ચોર ઈસમને પકડી પાડતી હિંમતનગર એ ડીવીઝન પોલીસ......
---------------------------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લામાં મીલ્કત સબંધી ચોરીઓના બનાવ સબંધે આવી ચોરીઓ કરતા ઈસમોને પકડી ગુન્હા બનતા અટકાવવા સારૂં સુચના આપેલહોય જે સંદર્ભે એ.કે.પટેલ નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ જે.કે.રાઠોડ પો.ઇન્સ એ ડીવીઝન પોલીસ હિમતનગરનાઓએ સર્વેલન્સ સ્કોડના માણસોને આ દિશામાં સતત વોચતપાસમાં રહી આવા ઇસમોને પકડવા સુચનો કરેલ હોય..

જે આધારે સર્વેલન્સસ્કવોડના માણસો આ દિશામાં સતત તપાસમાં રહેલ અને તપાસ દરમ્યાન સર્વેલન્સ સ્કવોડના માણસોએ હિંમતનગર એ ડીવીઝન પોસ્ટ ગુ.ર.નં-૧૧૨૦૯૦૧૬૨૩૦૩૫૭/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મોબાઇલના IMEI નંબરોની માહીતી મંગાવી સદર મોબાઇલ એકટીવ થતા ટેકનીકલ સોર્સ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જ્ઞાનદીપસિંહ વિજયસિંહ તથા મિતરાજસિંહ રણજીતસિંહનાઓ અંગત બાતમી હકીકત આધારે સદર મોબાઇલની ચોરી કરનાર ઇસમ જીતેન્દ્રસિંહ બેહચરસિંહ ઝાલા ઉ.વ.૨૪ રહે.ચહેરકૃપા સોસાયટી ધ્રાંધણા ફાટક મહેતાપુરા હિંમતનગર તા.હિંમતનગર જી.સાબરકાંઠાવાળાને સહકારી જીન હિંમતનગર મુકામેથી તા.૨૦/૧૦/૨૦૨૩ ના રોજ ચોરીના મોબાઇલ સાથે પકડી પાડી ચોરીમાં ગયેલ મોબાઇલ ગુનાના કામે કબજે કરી સદરી ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે..

આમ મોબાઇલ ચોરીના છેલ્લા પાંચ માસથી અનડીટેકટ ગુન્હાનો મુદ્દામાલ રીકવર કરી,ગુન્હોડીટેક્ટ કરી મીલ્કતસંબંધી ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.આમ,હિંમતનગર એ ડવીજન પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે..

ટીમ એ રીકવર કરેલ મુદ્દામાલ જેમાં સેમસંગ કંપનીનો A32 મોબાઇલ ફોન કિ.રૂ.૨૩,૦૦૦/- નો કામગીરી કરનાર ટીમ જેમાં ઇન્ચાજૅ જે.કે.રાઠોડ પોલીસ ઇન્સપેકટર,પરેશ.પી.જાની પોલિસ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જ્ઞાનદિપસિંહ વિજયસિંહ,મિતરાજસિંહ રણજીતસિંહ,મહાવીરસિંહ પ્રભાતસિંહ,કલ્પેશકુમાર કેશવલાલ,કપીલભાઇ કલ્યાણસિંહ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.