સાળંગપુર ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ અંતર્ગત વિજયસ્તંભ સ્થાપન કરવામાં આવ્યો - At This Time

સાળંગપુર ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ અંતર્ગત વિજયસ્તંભ સ્થાપન કરવામાં આવ્યો


સાળંગપુર ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ અંતર્ગત વિજયસ્તંભ સ્થાપન કરવામાં આવ્યો

સાળંગપુર ખાતે વિજયસ્તંભ સ્થાપન વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી 175 શતામૃત મહોત્સવ એવં ભારતીય સંસ્કૃતિનો અનેરો મહોત્સવ મારા દાદા મારો ઉત્સવ તા.16 થી 22 નવેમ્બર 23 દરમિયાન ઉજવણી અંતર્ગત આજે સાળંગપુરધામ ખાતે વિજયાદશમીના પવિત્ર દિવસે તા.24-10-23ને મંગળવારના રોજ સવારે 9:00 કલાકે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ.શ્રી કષ્ટભંજનદેવ દાદાના મંદિર પરિસરથી વાજતે-ગાજતે ઉત્સવ સ્થળે.પહોંચી ધામોધામથી પધારેલ સંપ્રદાયના વરીષ્ઠ સંતો,ભક્તો અને ભૂદેવોની ઉપસ્થિતિમાં દાદાના જયઘોષ સાથે પૂજન,અર્ચન તેમજ આશીર્વાદ દ્વારા સ્થાપન કરવામાં આવેલ.175 શતામૃત મહોત્સવના વિજયસ્તંભની ઉંચાઇ 175 ફૂટ,ધ્વજની પહોળાઈ 38 ફૂટ અને લંબાઈ 58 ફૂટ રાખવામાં આવેલ.વિજયસ્તંભ સ્થાપનમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી સંતોના આશીર્વાદ ગ્રહણ કરેલ.જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટ:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.