કારખાનામાં ડિઝલ પાઇપ લીકેજ થતા આગ ભભુકી : લાખોનું નુકસાન
કોઠારીયા રીંગ રોડ પર આવેલ મીરા ઉદ્યોગ મેઇન રોડ પર જાનવી મેટલ નામના કારખાનામાં આજે સવારે ઓઇલ અને ડિઝલ લીકેજ થતા આગ ભભુકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કારખાનામાં રહેલ હાર્ડવેરનો રો-મટીરીયલ, મશીનના કમ્પ્રેશર તેમજ કારખાનાની છતમાં મોટુ નુકસાન થતા અંદાજીત કુલ રૂા. 80 થી 90 લાખનો નુકસાન થયાનો અંદાજ સામે આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે બનાવની જાણ થતા તુરંત દોડી જઇ પાણીનો મારો ચલાવી ભારે જહેમતના અંતે આગ પર મેળવ્યો હતો.
આગના બનાવની વિગત મુજબ કોઠારીયા રોડ પર મીરા ઉદ્યોગ મેઇન રોડ પર જાનવી મેટલ નામના હાર્ડવેરના કારખાનામાં રહેલ હાર્ડવેરની આઇટમ બનાવતા પ્રેશર જીંક ડાયકાસ્ટીંગના અલગ અલગ મશીનમાંથી ઓઇલ અને ડિઝલની ટાંકીમાંથી ઓઇલ અને ડિઝલ લીકેજ થતા અચાનક આગ ભભુકી ઉઠી હતી. જે અંગે કારખાનાના માલિક આશીષભાઇ માનસરાને જાણ થતા તેઓ કારખાને દોડી ગયા હતા અને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરતા કોઠારીયા ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી જઇ અને પાણીનો મારો ચલાવી ભારે જહેમતના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો.
આગની ઘટનામાં હાર્ડવેરના કારખાનામાં રહેલ પ્રેશર જીંક ડાયકાસ્ટીંગના ત્રણ મશીનમાં કારખાનાના છતના શેડમાં તેમજ કમ્પ્રેશર મશીનમાં તેમજ હાર્ડવેરના રો-મટીરીયલ અને ઇલેકટ્રીક વાયરીંગમાં મોટુ નુકસાન થયેલ હતું. કારખાનાના માલિકના જણાવ્યા અનુસાર આગના કારણે અંદાજીત કારખાનામાં રૂા. 80 થી 90 લાખનું નુકસાન થયાનું બહાર આવ્યું છે.
વિકરાળ આગ કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડના ભુપતભાઇ જેસાણી, અનિલ પરમાર, રસિક સાકરીયા, પ્રકાશ રાઠોડ, જીજ્ઞેશ ચૌહાણ, શૈલેષ મુનિયા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.