‘તારે આ દુકાને સામાન લેવા આવવું નહીં’ કહીં રાજસ્થાની યુવક પર ઘરમાં ઘુસી હુમલા - At This Time

‘તારે આ દુકાને સામાન લેવા આવવું નહીં’ કહીં રાજસ્થાની યુવક પર ઘરમાં ઘુસી હુમલા


ઘંટેશ્વર 25 વારીયામાં તારે આ દુકાને સામાન લેવા આવવું નહીં’ કહીં રાજસ્થાની યુવક પર ઘરમાં ઘુસી ઈંટથી હુમલો કરતાં ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે મૂળ રાજસ્થાનના અને હાલ જામનગર રોડ પર ઘંટેશ્ર્વર 25 વારીયા રહેતાં પારસભાઈ ઢગલારામ તવર (ઉ.વ.35) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સંજય (રહે.ઘંટેશ્વર 25 વારીયા) નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે આઇપીસીની કલમ 441, 324,504,510 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેઓ ઘંટેશ્ર્વર 25 વારિયામાં આવેલ રાજુ ભૈયાની કરિયાણાની દુકાને કરિયાણાનો સામાન લેવા માટે ગયેલ હતાં. ત્યારે ત્યાં રાજુભાઈની દીકરી સામાન આપતી હોય અને સાથે વાત કરતી હતી તે જોઈને ત્યાં બાજુમાં ઊભેલ સંજયને નહીં ગમતા ગાળો દેવા લાગેલ અને કેહેવા લાગેલ કે, તારે આ દુકાને સામાન લેવા આવવું નહીં જેથી તેને કહેલ કે હું રોજ અહીં સામાન લેવા આવું છું એમાં તમે મારી સાથે શું કામ માથાકૂટ કરો છો કહેતા આરોપી ઉછેરાઈ ગયેલ અને ગાળો દેવા લાગતા તેઓ ત્યાંથી નીકળી ગયેલ હતાં.
બાદમાં સાતેક વાગ્યે ફરિયાદી રૂમમાં રસોઈ બનાવતો હતો ત્યારે સંજય તેના હાથમાં એક ઈંટ લઈને આવેલ અને તેમને માથાના ભાગે બે ત્રણ ઘા મારી દેતા ત્યાં રૂમમાં પડેલ લાકડીથી બચાવ કરવા માટે સંજયને મારેલ હતી. દરમિયાન દેકારો થતા સંજયની માતા તથા બહેન બંને આવી ગયેલ અને અમને છૂટા પડાવી તેઓ સંજયને લઈને જતાં રહેલ હતાં અને સંજય દારૂ પીધેલ હાલતમાં હતો. બાદમાં ફરિયાદીને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવારમાં ખસેડયા હતાં.બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જ્યારે સામાપક્ષે ઘંટેશ્ર્વર 25 વારીયા રહેતાં સંજય ધ્યાનસિંગ સરદાર (ઉ.વ.25) ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે પારસ નામના શખ્સે ઝઘડો કરી ધક્કો મારી લાકડીથી હુમલો કર્યો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.