આર્ટિસ્ટ ધારા જોશી એ ૫૧૦૦૦ ઇન્ક ટપકા થી પૂજ્ય ભાઈજી નું ચિત્ર બનાવ્યું - At This Time

આર્ટિસ્ટ ધારા જોશી એ ૫૧૦૦૦ ઇન્ક ટપકા થી પૂજ્ય ભાઈજી નું ચિત્ર બનાવ્યું


આર્ટિસ્ટ ધારા જોશી એ ૫૧૦૦૦ ઇન્ક ટપકા થી પૂજ્ય ભાઈજી નું ચિત્ર બનાવ્યું

પોરબંદર ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ કલાનગરી પોરબંદરના ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટના આર્ટિસ્ટ ધારા જોશી એ તાજેતરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું અદભુત પોર્ટ્રેઇટ બનાવી સાંદિપની ખાતે ચાલી રહેલ અનુષ્ઠાન દરમ્યાન હવનાષ્ટામીનાં પવિત્ર દિવસે અર્પણ કરેલ.આ પોર્ટ્રેઇટ ચિત્રકલાની છે સ્ટિપ્લિંગ પધ્ધતિથી બ્લેક ઇન્ક માં આશરે ૫૧૦૦૦ જેટલા ટપકાંથી બનાવેલ પૂજ્ય ભાઈશ્રીએ ખુબજ પ્રસન્નતા વ્યક્ત કરી સન્માનિત કરેલ.
આ પ્રસંગે આર્ટિસ્ટ ધારા જોષીને સાંદિપનીનાં
શ્રી હાર્દિકભાઈ જોષીએ અભિનંદન પાઠવેલ તેમજ ઇનોવેટિવ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ પોરબંદરના પ્રેસિડેન્ટ ચિત્રકારશ્રી બલરાજ પાડલીયા તથા કમલ ગોસ્વામી,દિનેશ પોરીયા, શૈલેષ પરમાર, કરશનભાઈ ઓડેદરા, સમીર ઓડેદરા, ક્રિષ્ના ટોડરમલ તથા ભાવિક જોશીએ અભિનંદન પાઠવેલ.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.