પત્ની પુત્રને લઇ પ્રેમી સાથે જતી’તી ત્યારે પતિએ પૂરપાટ ઝડપે ટ્રક ચલાવી એક્ટિવાને ફંગોળી દેતા ત્રણેયનાં મોત - At This Time

પત્ની પુત્રને લઇ પ્રેમી સાથે જતી’તી ત્યારે પતિએ પૂરપાટ ઝડપે ટ્રક ચલાવી એક્ટિવાને ફંગોળી દેતા ત્રણેયનાં મોત


માતાના પરપુરુષ સાથે પ્રેમ અને પિતાના ગુસ્સામાં નિર્દોષ દીકરો હોમાયો

આજી ડેમ નજીક બનેલી ઘટના અકસ્માત નહીં હત્યા હોવાનું ગણતરીની કલાકોમાં ખુલ્યું - પુત્રએ સ્થળ પર, મહિલા અને પ્રેમીએ હોસ્પિટલમાં દમ તોડ્યો

શહેરની ભાગોળે આજી ડેમ નજીક રવિવારે બપોરે બેફામ સ્પીડે નીકળેલી ટ્રકે ટ્રિપલસવારી એક્ટિવાને ફૂટબોલની જેમ ફંગોળ્યું હતું. ટ્રકની ઠોકરથી 11 વર્ષનો બાળક, મહિલા અને એક યુવક રસ્તા પર પટકાયા હતા અને તેના પર ટ્રકના તોતિંગ વ્હિલ ફરી વળ્યા હતા. ત્રણેયનાં મોત નીપજ્યા હતા. પ્રથમ દૃષ્ટિએ આ ઘટના ગમખ્વાર અકસ્માત હોવાનું લાગતું હતું, પરંતુ પોલીસે તપાસ કરતાં ફિલ્મી સ્ટોરીને પણ પાછળ રાખે તેવી ટ્રિપલ મર્ડરની ઘટના બહાર આવી હતી. મહિલા, તેના પ્રેમી અને તેના પુત્રને પતિએ જ ટ્રક નીચે કચડી મોતને ઘાટ ઉતાર્યાનો ધડાકો થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.