બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે આશાપુરા માતાજીના મંદિરે નવરાત્રી ની રમઝટ જામી
વિશ્વના ત્રીજા નંબરનું અને દેશના પ્રથમ નંબરનું ડાયનાસોર પાર્ક રૈયોલી ગામે આસોની નવરાત્રી ડુંગર ઉપર રૈયોલી ગામના કુળદેવી આશાપુરા માતાના મંદિરે ગરબાની રમઝટ જામી છે અને ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબે ઘૂમે છે
ગુજરાતમાં નવલી નવરાત્રિ અંતિમ ચરણમાં છે. ગુજરાતના ગરબા સમગ્ર વિશ્વમાં વખાણાય છે ત્યારે આજે આઠમું નોરતું છે સાતમાં નોરતે ગુજરાત હિલોળે ચડ્યું હતું. ખેલૈયાઓએ મનમોહક ગરબા સ્ટેપ્સ અને વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રંગ જમાવી દીધો હતો
રૈયોલી ગામે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે સાતમાં નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા તેની તસવીરો કેમેરામાં કેદ થઇ છે.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે આશાપુરા માતા ના મંદિરે નવરાત્રી રમઝટ જામીછે
રૈયોલી દર વર્ષ માતાજી ના ગરબા નું આયોજન કરવામાં આવે છે ખેલૈયાઓ મનભરી માતાજી ના ગરબા ની રમઝટ બોલાવે. છે.ગરબા નું આયોજન રૈયોલી ગામ તરફથી કરવામાં આવે છે ગરબા માં કોઈ કાય તકલીફ ના પડે તેના માટે ગરબા આયોજકો ફરતાં રહે છે.અને શાન્તિ પુર્વક વાહનો અવર જવર થાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે.અને ગરબાની તાલે ખેલૈયાઓ મોજ માણે છે.
આયોજન સમસ્ત રૈયોલી ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.