દાહોદ એલ.સી.સી.બી પોલીસે ગુલબાર ગામેથી બોલરો ગાડી માં લઇ જવાતા ૨૫,૯૨૦ માં વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડયો.
દાહોદ એલ.સી.બી.ની ટીમ ગતરોજ ગરબાડા વિસ્તારમાં દારૂ અંગેની પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મધ્યપ્રદેશ હારપુરા બાજુથી બોલેરો ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરી ગરબાડા તરફ જનાર હોવાની બાતમીથી એલ.સી.બી. પી.એસ.આઇ. એમ.એલ.ડામોર તથા ટીમે જાંબુઆ ગામે ગુલબાર સીમોડા ત્રણ રસ્તા ઉપર વોચ ગોઠવી ગાડી આવતાં તેને ઉભી રાખવાનો સંકેત કરતાં ગાડી ભગાડી સીંગલ પટ્ટી રસ્તા તરફ વાળી નાળામાં ઉતારી ગાડી મુકી બે વ્યક્તિઓ ભાગતા પીછો કરી એકને પકડી પાડ્યો હતો. પોલીસે પકડાયેલા વ્યક્તિની પુછપરછ કરતાં પોતાનું નામ મધ્યપ્રદેશના કુંદનપુરનો કાનજી ઉદેસીંગ મછાર તથા ભાગી જનાર ગરબાડાના નીમચનો આશિષ વીરસીંગ અમલીયાર જણાવ્યું હતું.. ગાડીમાં તલાસી લેતાં 25,920 રૂપિયાની બીયરની 216 બોટલો મળી આવી હતી. જથ્થા વિશે પુછપરછ કરતાં કુંદનપુરના અનિલ ઉદેસીંગ મછારે નહારપુરાના નુરા જળીયા મંડોર પાસેથી પોતાની ગાડીમાં જથ્થો ભરી આપી ગરબાડાના ઝરી ખરેલીના વિપુલ ગણાવાને આપવાનું જણાવ્યું હતું. જથ્થો તથા 5 લાખની ગાડી અને 10 હજાર રૂપિયાનો મોબાઇલ મળી 5,35,920 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ લોકો સામે ગરબાડા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.