માનનીય સાંસદો અને ધારાસભ્યોએ વેરાવળ-બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી
માનનીય સાંસદો અને ધારાસભ્યોએ વેરાવળ-બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી
યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા ચલાવવામાં આવતી વેરાવળ-બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને 20.10.2023 (શુક્રવાર) ના રોજ માનનીય સાંસદ જૂનાગઢ (લોકસભા) શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા વેરાવળ સ્ટેશનથી તથા માનનીય સાંસદ અમરેલી (લોકસભા) શ્રી નારણભાઈ કાછડિયા અને માનનીય ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક, ગુજરાત સરકાર શ્રી કૌશિકભાઈ વેકરિયા ને વડિયા દેવળી સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી મશૂક અહમદના જણાવ્યા અનુસાર આ ટ્રેનનું વિગતવાર માહિતી નીચે મુજબ છે:-
વેરાવળ - બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19204) વેરાવળથી દર શુક્રવારે 17.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે શનિવારે બાંદ્રા ટર્મિનસ 15.50 કલાકે પહોંચશે. તેવી જ રીતે, બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19203) બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી દર શનિવારે 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે રવિવારે 13.10 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ હશે.
આ ટ્રેન જૂનાગઢ, જેતલસર, વડીયા દેવળી, કુંકાવાવ, લુણીધાર, ચીતલ, ખીજડીયા, લાઠી, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, સરખેજ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર બન્ને દિશામાં રોકાશે.
આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર સહિત મંડળના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ, સ્થાનિક જનતા, રેલ્વે મુસાફરો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. એક વધુ નવી ટ્રેન શરૂ થતાં રેલવે મુસાફરો અને સ્થાનિક જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત લોકોએ રેલવે પ્રશાસન અને તેમના સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.