ચોટીલાના રેશમિયા ગામેથી ગાંજાનું વાવેતર કરેલ ખેતર ઝડપાયું. - At This Time

ચોટીલાના રેશમિયા ગામેથી ગાંજાનું વાવેતર કરેલ ખેતર ઝડપાયું.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

1.11 લાખનો ગાંજાનો નશિલો પદાર્થ સીઝ કરવામાં આવ્યો.

સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર નાર્કોટીકસના પદાર્થ કેફી, ઔષધો, મનપ્રભાવી દ્રવ્યો તથા એનડીપીએસ ગાજો, અફીણ, એમ.ડી વિગેરેના ગેરકાયદેસર વેપાર હેરાફેરી વેચાણ અટકાવવા સુચના આપવામાં આવેલ તેમજ આવા ગેરકાયદેસર વેપાર વેયાણ વહન અંગેના કેસો કરવા તેમજ આવા ગે.કા વેયાણ કરતા ઈસમોને પકડી પાડવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિને સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા સૂચના અન્વયે સુરેન્દ્રનગર એસ.ઓ.જી.ના પીઆઇ એસ.એમ.જાડેજાએ ખાનગી બાતમી મેળવી ચોટીલા તાલુકાના રેશમીયા ગામની સીમમાં આરોપી સુરેશભાઈ વાલજીભાઇ માલકિયા રહે રેશમીયા ગામ તા ચોટીલા પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ જે લીલા ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેનો કુલ વજન 11 કિલો 130 ગ્રામ જેની કિ.રૂ1,11,300 ના મુદામાલ સાથે પકડી પાડી ચોટીલા પો.સ્ટે એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.