સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા ગામ ખાતે ગ્રામજનોએ ૧૫૦૦ થી વધુ લીમડો,પીપળો, કેસુડો, કણજી વગેરે જેવા ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરાયું.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કટુડા ગામજનોએ વૃક્ષારોપણ તેમજ સફાઈ પ્રવૃત્તિઓ કરી ગામને સુંદર અને સ્વચ્છ બનાવવા માટે અન્યોને પ્રેરણા પૂરી પાડી.
સુરેન્દ્રનગર જિલ્લામાં 'સ્વછતા હી સેવા' અભિયાન વેગવંતુ બન્યું છે જે અન્વયે જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામ ખાતે ગ્રામજનોએ લીમડો,પીપળો, કેસુડો, કણજી વગેરે જેવા ૧૫૦૦થી વધુ ઉપયોગી વૃક્ષોનું વાવેતર કર્યું હતું કટુડા ગામમાં વૃક્ષોનો ઉછેર થાય તેમજ ગામને સુશોભિત બનાવવા માટે ચિંતનભાઈ રાવલ (યુ.એસ.એ)ના માર્ગદર્શન હેઠળ વૃક્ષ વાવેતર ઉછેરની આ પ્રવૃત્તિ ચાલી રહી છે કટુડા વિકાસ ટ્રસ્ટ તેમજ સાઈ અર્થ એન.જી.ઓ રામવીર તનવીરના સહયોગથી વાવેતર કરાયેલા ૧૫૦૦ થી વધુ વૃક્ષોના રક્ષણ માટે અદ્યતન પીંજરાઓ આપવામાં આવ્યા છે વૃક્ષ વાવેતર તેમજ ઉછેરની આ પ્રવૃત્તિમાં કટુડા માધ્યમિક શાળાના આચાર્ય ગજેન્દ્રસિંહ ઝાલા, કટુડા કેળવણી મંડળના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ રાવલ, મિલનભાઈ રાવલ, વિપુલભાઈ પટેલ, ઇશ્વરભાઇ પટેલ, રવુભા ઝાલા તેમજ ગ્રામજનો સહભાગી બન્યા હતા ઉલ્લેખનીય છે કે, કટુડા ગામને સુંદર અને રળિયામણું બનાવવા માટે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામની પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આરોગ્ય કેન્દ્ર,ગામના મુખ્ય રસ્તા સહિતના વિવિધ સ્થળો પર સફાઈ કરવામાં આવી હતી. ગામમાં સફાઈ અભ્યાનને વેગવંતુ બનાવવા માટે ચિંતનભાઈ રાવલે આર્થિક સહયોગ પણ આપ્યો છે સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાનને લોક ભાગીદારી મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા ગામ ખાતે ગ્રામજનોએ ગામના તળાવ, ખાણ તેમજ કાંકરીયા તળાવને ફરતે અનેક ઉપયોગી વૃક્ષોનું પીંજરા સાથે વૃક્ષારોપણ કરી ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા અન્યોને પ્રેરણા પૂરી પાડી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.