*રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત - At This Time

*રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત


*રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત*

માનનીય શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર સાથે ગ્રાન્ટેડ માધ્યમિક ,ઉચ્ચતર માધ્યમિક ,આચાર્ય સંવર્ગના પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મહામંત્રી તથા ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ મિતેષભાઇ ભટ્ટ, ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ મહામંત્રી પ્રહલાદભાઈ ચૌધરી, કોષાધ્યક્ષ તથા માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ રમેશભાઈ ચૌધરી, માધ્યમિક સંવર્ગ મહામંત્રી આર.પી. પટેલ, આચાર્ય સંવર્ગ મહામંત્રી અમરીશભાઈ ઝિંઝુવાડીયા, ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ ઉપાધ્યક્ષ પંકજભાઈ જે. મહેતાની ઉપસ્થિતિ રહી. સંઘની માંગણીના ૧૪ પ્રશ્નોમાંથી ૩ ઉકેલાયા હોઈ અન્ય પ્રશ્નો અંગે પણ વિગતવાર રજૂઆત કરી ચર્ચા કરવામાં આવી.
💫 *૦૧-૦૪-૨૦૦૫ પહેલા નિમણૂંક પામેલ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા* તથા સમાન કપાતનો ઠરાવ રદ કરી શિક્ષકોના ૧૦ % ની સામે સરકારશ્રીનો ૧૪ % નો ફાળો આપવાના ઠરાવ માહિતી ખાતાના પત્રથી માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા થયેલી જાહેરાત મુજબ જ ઠરાવ સત્વરે કરવા આગ્રહ રાખવામાં આવ્યો.
💫 શિક્ષક ભરતીનું કૅલેન્ડર બહાર પાડવાની માંગ કરવામાં આવી.
💫 જુના શિક્ષકની ભરતી અંગે ઉપરની કોર્ટમાં અપીલ ન કરવા આ અગાઉની બેઠકમાં સ્વીકારવામાં આવેલ તેમાં પ્રગતિ જણાય છે. *કેન્દ્રીયકૃત ભરતીથી તથા બદલી ઇચ્છુક એવા ૧૩,૦૦૦ શિક્ષકો માટે જુના શિક્ષકની ભરતીના નિયમોમાં સુધારા સહિત ફેરફાર થાય તે માટે કોઈને પણ નકારાત્મક અસર ન થાય તે રીતે તમામ સંગઠનોની હાજરીમાં શિક્ષણમંત્રીશ્રી સમક્ષ સમિતિની રચના કરવા રજૂઆત કરવામાં આવી.* સંગઠન આ અંગે સતત કાર્યરત છે. આ સમિતિની રચનાથી માતૃશક્તિ સહિત શિક્ષકોને વ્યાપક રીતે શાળા બદલવાનો લાભ મળે તેમ હોઈ વર્તમાન સમયમાં જ આવા સુધારા સમિતિ દ્વારા કરવામાં આવે તો ભવિષ્યમાં સરળતાથી શાળા બદલવાનો લાભ થઈ શકે તેમ છે. ચર્ચા ઊંડાણપૂર્વક થઈ છે. યોગ્ય નિર્ણય થયેથી જાણ કરવામાં આવશે.
💫 પ્રવાસી શિક્ષકોને દિવાળી પહેલા બાકીનો પગાર મળે તે અંગે રજૂઆત કરવામાં આવી શિક્ષણમંત્રીશ્રી દ્વારા ઝડપથી પગાર થાય તે માટે શિક્ષણ કમિશનરશ્રીને ટેલીફોનિક સૂચના આપવામાં આવી હતી.
💫 એન.પી.એસ. ધરાવતા શિક્ષક કર્મચારીઓને નિવૃત્તિ બાદ ૩૦૦ રજા નું રોકડ રૂપાંતર(હાલ નાણા વિભાગમાં છે), મોંઘવારીના પ્રમાણમાં વિદ્યાર્થી દીઠ ગ્રાન્ટ તથા સમયાન્તરે તેમાં વધારો , ઉદ્યોગ શિક્ષકોના એન્ટ્રી લેવલ પે સ્કેલ, લઘુ લાયકાત સહિતના પ્રશ્નો (હાલ નાણા વિભાગમાં છે), વર્ગ દીઠ સરાસરી(હાલ નાણા વિભાગમાં છે), ફાજલના રક્ષણની ૧૨૦ દિવસની મર્યાદા દૂર કરવા, શાળાઓમાં પી.ટી, ચિત્ર, ઉદ્યોગ શિક્ષક, ગ્રંથપાલની ભરતી, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં બે શિક્ષકનો રેશિઓ આપી શિક્ષકોના વર્કલોડમાં સુધારો કરવો જેવા પડતર પ્રશ્નોના ઉકેલની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી લેવામાં આવી.
💫 જ્ઞાન સહાયકની ફાળવણીમાં વર્ગદીઠ ફાળવણી ન કરતા મુખ્ય વિષય તથા ગૌણ વિષય ગણવામાં આવે છે તે ખરેખર અન્યાયકારી છે અને તે અંગે વર્ગ દીઠ શિક્ષક રેશિયો ગણી જ્ઞાન સહાયક આપવા પણ રજૂઆત કરવામાં આવી.
💫 પરીક્ષા પદ્ધતિમાં સરળીકરણ કરવામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સૂચનોનોના સમાવેશ બદલ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શ્રી માનનીય શિક્ષણ મંત્રીશ્રી ડૉ. *કુબેરભાઈ ડિંડોર સાહેબ, માનનીય શિક્ષણમંત્રીશ્રી રાજ્યકક્ષા પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ તથા શિક્ષણસચિવશ્રીને આભાર દર્શન પત્ર આપવામાં આવ્યો.*
💫 રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વિવિધ નવ સંવર્ગ દ્વારા ૨,૩૦,૦૦૦ શિક્ષક કર્મચારીઓના હિતમાં અપાયેલ *આંદોલનાત્મક કાર્યક્રમ અંગે આગામી ૫ મી નવેમ્બરના રોજ રાજ્ય કારોબારીમાં નિર્ણય લેવાશે.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.