સ્વચ્છતા એ જ સેવા – એક જ દિવસમાં 90 લોકોને દંડ ફટકારાયો, રોજ સફાઈના દાવા વચ્ચે ન્યૂસન્સ પોઈન્ટમાંથી 44 ટન કચરો નીકળ્યો
સ્વચ્છતા સર્વેક્ષણ સમયે જ નવી ઝુંબેશ આવી, ટોપ-10માં સ્થાન જમાવવા માટે મનપાની દોડ
રાજકોટ મહાનગરપાલિકાએ સ્વચ્છતા એ જ સેવા નામની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ એક સપ્તાહથી શરૂ કરી છે જેમાં એક જ દિવસમાં 90 લોકોને ગંદકી ફેલાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ-10માં સ્થાન જાળવવા માટે મનપા દોડી રહી છે કારણ કે, 2021માં મનપાએ આ સર્વેક્ષણને ગંભીરતાથી ન લેતા છેક 11મા ક્રમે ફેંકાયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.