પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, જ્યુબીલી સહિતના માર્ગો પરથી 531 બોર્ડ-બેનર, 35 રેંકડીના દબાણો હટાવાયા - At This Time

પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, જ્યુબીલી સહિતના માર્ગો પરથી 531 બોર્ડ-બેનર, 35 રેંકડીના દબાણો હટાવાયા


મહાપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.9થી 16 દરમ્યાન જુદા જુદા વેપારી વિસ્તારમાંથી બોર્ડ-બેનર, રેંકડી સહિતના દબાણો હટાવવામાં આવ્યા છે. જુના રાજકોટના વેપારીઓની રજૂઆત પરથી દિવાળી પહેલા ગીચ વિસ્તારમાંથી પથારા હટાવવા સાથે દુકાનો બહાર ધંધાર્થીઓ દ્વારા રાખવામાં આવતા માલને પણ રવિવાર સહિતના દિવસોમાં જપ્ત કરવામાં આવ્યો છે.
દબાણ શાખાએ જાહેર કરેલી વિગત મુજબ તાજેતરમાં જુના રાજકોટના વેપારી સંગઠનોએ રસ્તા પરની ટ્રાફિક સમસ્યા હલ કરવા દબાણો હટાવવા રજૂઆત કરી હતી. હવે દિવાળીની ગીર્દી દેખાવા લાગી છે ત્યારે લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારમાં એસ્ટેટ અને વીજીલન્સની ટીમ સતત રાઉન્ડ લઇ રહી છે. આ રોડ ઉપરાંત પરાબજાર, રૈયા રોડ, કેનાલ રોડ, ગાયત્રીનગર, છોટુનગર, કેવડાવાડી, માર્કેટ યાર્ડ રોડ, નંદન હોલ, પોસ્ટઓફિસ રોડ, યુનિ. રોડ, પંચાયત ચોક, જંકશન, જામનગર રોડ પરથી દબાણો હટાવવામાં આવ્યા છે.
આ રસ્તા પરથી નડતરરૂપ 35 રેંકડી-કેબીનો જપ્ત કરવામાં આવી હતી. જુદા-જુદા વિસ્તારમાંથી 965 કિલો શાકભાજી અને ફળ કબ્જે કરાયા હતા. તો ભક્તિનગર, નાણાવટી ચોક, ગાંધીગ્રામ, કોટેચા ચોક, 80ફુટ રોડ, ઢેબર રોડ, એસ્ટ્રોન ચોક, જલારામ ચોક પરથી 531 જેટલા બોર્ડ-બેનર પણ કબ્જે કરવામાં આવ્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.