જસદણના લાખાવડ ગામે ડી.જે. સિસ્ટમમાં વિસ્ફોટ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
નવરાત્રીના તહેવારની સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉજવણી ચાલી રહી છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે જસદણ તાલુકાના લાખાવડ ગામે બંધ મકાનમાં પ્રચંડ વિસ્ફોટ થતા આખુ મકાન ધરાશાયી થઈ ગયું હતું. આ બનાવની જાણ થતા એલસીબી અને એસઓજીનો સ્ટાફ એફએસએલ અધિકારીઓ બોંબ સ્કોડ સાથે ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા મકાનમાં પડેલ સાઉન્ડ સિસ્ટમમાં થયેલા પ્રચંડ વિસ્ફોટના કારણે મકાન ધરાશાયી થયું હોવાનું જાણવા મળતા પોલીસ તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના લાખાવડ ગામે રહેતા રસીકભાઈ લાલજીભાઈ છાપરાના બંધ મકાનમાં મોડી રાત્રે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેના કારણે આજુબાજુમાં રહેતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, આખા મકાનના કુરચા ઉડી ગયા હતા. અને આખુ મકાન જમીન દોસ્ત થઈ ગયું હતું. આ બનાવની પોલીસને જાણ કરતા એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા, એસઓજી પીએસઆઈ બી.સી. મીયાત્રા સહિતનો સ્ટાફ બોંબ સ્કોડ અને એફએસએલ અધિાકરી સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો.
એફએસએલ અધિકારીની તપાસમાં બંધ મકાનમાંથી કોઈ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો ન હતો. પરંતુ મકાનમાં ડી.જે.ની સાઉન્ડ સિસ્ટમ અને બેટરીનો જથ્થો પડ્યો હોય તેમાં બ્લાસ્ટ થયો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જો કે, મોડી રાત્રે મકાનનો કાટમાળ ખસેડવામાં વાર લાગતા આજે સવારે એફએસએલના અધિકારીઓ ફરી ઘટના સ્થળે દોડી જઈ મકાનનો કાટમાળ ખસેડી ધડાકો શેના કારણે થયો તે મુદ્દે ફરી તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે મકાનમાલીક રસીકભાઈ કોળી પરિવાર સાથે વાડીમાં આવેલ મકાનમાં રહે છે જ્યારે ગામમાં રહેલ મકાનમાં તેઓ સાઉન્ડ સિસ્ટમ, ડી.જે સિસ્ટમ રાખતા હોવાનું જાણવા મળ્યું છે.
મોડી રાત્રે નાનાએવા લાખાવડ ગામમાં થયેલા પ્રચંડ વિસ્ફોટના કારણે ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો હતો. વિસ્ફોટને પગલે ગ્રામજનોમાં એવી ચર્ચા થઈ હતી કે, મકાનમાં કોઈ વિસ્ફોટક પદાર્થ પડ્યો હોય તેના કારણે આ ધડાકો થયો હોવાની વાતો વહેતી થઈ હતી.
એફએસએલ અધિકારીઓની પ્રાથમિક તપાસમાં કોઈ વિસ્ફોટક વસ્તુ મળી આવી નથી. પરંતુ આજે સવારથી ફરી મકાનનો કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મકાનનો કાટમાળ ખસેડ્યા બાદ જ વિસ્ફોટની સાચી હકીકત જાણી શકાશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.