તારે વૈભવ રંગ મહેલ નોકર ચાકર નું ધાડું, મારે ફળિયે ચકલી બેસે એ જ મારું રજવાડું
નવરાત્રીનો આરંભ થતાં જ ભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. ગુજરાતની સંસ્કૃતિની આગવી ઓળખના પ્રતિબિંબ બની ગયેલા ગરબામાં હવે ઘણા રંગ ભળતા જાય છે. જાત ભાતની અવનવી રીતો અને પરંપરાઓ તેમાં વણાઈ ગઈ છે. એવા માં જસદણ શહેરમાં કૈલાસનગર ખાનપર રોડ પર ચાર ચોક વચ્ચે સતત ૨૨ વર્ષથી નવરાત્રીનું આયોજન થાય છે. સરાહનીય બાબત કહી શકાય એવું અને પ્રેરણાદાયી પહેલ ગણી શકાય એવું રૂડું કામ કરતા અહીં ઇકો ફ્રેન્ડલી નવરાત્રીની થીમ સાથે નાની નાની બાળાઓને ચકલીના માળા અને છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોમાં ખૂબ સારો સંદેશ પહોંચે પક્ષીઓ પ્રત્યેની જાગૃતા ફેલાવા તેમજ વૃક્ષનો ઉછેર કરવા માટેની લોકોને હિમાયત કરવામાં આવી હતી. મંડપ ફરતે ઇકો ફ્રેન્ડલી નવરાત્રી ને છાજે એવો બેનરો લગાવવામાં આવ્યા હતા.
અહી આયોનપૂર્વક ઈકો ફ્રેન્ડલી નવરાત્રીની ખુબ ઉલ્લાસથી બહુ પરિમાણીય અલગ જ અભિવ્યક્તિ ઊભી કરાઈ હતી. મહત્વની વાત એ છે કે ઘનઘોર અંધારામાં માત્ર એક થાંભલા પર લેમ્પ લગાવી કોઈ મંડપ કે શણગાર વગર શરૂ થયેલી આ ગરબી આજે ચાર ચોક વચ્ચે દિવડાની જેમ ઝળહળે છે ત્યારે આ ગરબીના આયોજનના સંચાલક તરીકે કોઈ મોટું મંડળ નહી પરંતુ વાસુકિયા રસીલા અને વાસુકિયા શીતલ આ બંને બહેનો જ ગરબીનું સમગ્ર સંચાલન કરે છે. કોઈ સભ્ય નથી પરંતુ સહયોગથી અહી માતાજીની ગરબીનું આયોજન કામ થાય છે. એક નાનું સરીખું કામ કરવામાં પણ ઘણી શ્રમ શક્તિની જરૂર પડતી હોય ત્યાં મોટી ગરબીનું આયોજન કરવું ઘણું કઠિન કહી શકાય તેમ છતાં સતત ઉત્સાહને નવું કરવા પ્રયત્નશીલ રહેતા આ બહેનો જણાવે છે કે પાડોશીના લોકો તરફથી ખુબ સારો સહકાર મળે છે. ઈકો ફ્રેન્ડલી નવરાત્રીની ઉજવણીના ભાગ રૂપે અહી સેવ બર્ડ ગ્રુપ જીવ દયા ગ્રુપના સચિનભાઈ ભટ્ટ અને દીપકભાઈ વાઘેલાના સહયોગથી ગરબીની બાળાને પક્ષી ઘર અને વૃક્ષ સેવા હેલ્પ આપી સુંદર નવી પહેલ કરવામાં આવી હતી. સચિનભાઈ ભટ્ટ અને દીપકભાઈ વાઘેલા પત્રકાર વિજયભાઈ ચૌહાણદ્વારા આ કાર્યક્રમને દીપાવાવામાં આવ્યું હતું. ચલો આપણે પણ આ ગરબી માંથી પ્રેરણા લઈએ એક જીવ બચાવીએ પર્યાવરણનું જતન કરીએ.
વિજય ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.