હળવદ સમલીથી વાંકીયા નો રોડ તો બનાવ્યો પણ સાઇડનું માટી કામ કરવાનું ભૂલી ગયા - At This Time

હળવદ સમલીથી વાંકીયા નો રોડ તો બનાવ્યો પણ સાઇડનું માટી કામ કરવાનું ભૂલી ગયા


અકસ્માત થાય તો જવાબદારી કોન્ટ્રાક્ટર ની રહેશે: સરપંચ

હળવદના સમલી ગામથી વાકિયા ગામ જવાના બે કિલોમીટર રોડનું કામ 15 દિવસ પહેલા કરવામાં આવ્યું હતું પણ રોડ નીબાજુ ની સાઈડનું માટી કામ હજુ સુધી કરવામાં આવેલ નથી જેને લઇ વાંકીયા ગામના સરપંચ તેમજ ગામ આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે સામેથી વાહન આવતું હોય ત્યારે રોડની સાઈડ આપવામાં માટે કામ કરેલ ન હોય તેના લીધે રોડની કડ પર વાહન ઉતારતી વેળાએ અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે તો આ રોડની સાઈડ નું માટી કામ તાત્કાલિક ના ધોરણે કરવામાં આવે એવી ગ્રામજનોની લોકમાંગ છે તને વધુમાં ગામ આગેવાનો એ જણાવ્યું હતું કે જો અકસ્માત થશે તો જવાબદારી કોન્ટ્રાક્ટર ની રહેશે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.