પરિણીતાએ પોતાનો ફોન માંગતા પતિએ મારકૂટ કરી ગળું દબાવવાની કોશિશ કરી - At This Time

પરિણીતાએ પોતાનો ફોન માંગતા પતિએ મારકૂટ કરી ગળું દબાવવાની કોશિશ કરી


રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર શેરી નં.7માં રહેતી અવનીબેન નામની પરિણીતાએ પતિ દિપેશ, સસરા રમેશ હિરાભાઈ ખાણધર, સાસુ ભાવનાબેન (રહે. ત્રણેય પટેલ કોલોની સિધ્ધનાથ રેસિડેન્સી, જામનગર) અને નણંદ જાગૃતિબેન ઉર્ફે પૂનમબેન રીપલભાઈ હડીયર (રહે. જામનગર) વિરૂદ્ધ મારકૂટ કરી, ત્રાસ આપ્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં અવનીબેને જણાવ્યું છે કે,તેણે બીએ, બીએડ સુધી અભ્યાસ કર્યો છે. તેણીના આઠ વર્ષ પહેલા લગ્ન થયા હતા. સંતાનમાં બે બાળકો છે. બાદમાં પતિની નોકરી વડોદરા હોવાથી ત્યાં રહેવા જતી રહી હતી.જયાંથી અમદાવાદ જોબ મળતા ત્યાં રહેવા આવી ગઈ હતી. કોરોનાને લીધે થોડો સમય અમદાવાદ રહ્યા બાદ પરત જામનગર આવી ગયા હતા. લગ્નના ત્રણેક માસ સુધી સાસરિયાઓએ સારી રીતે રાખ્યા બાદ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
પતિને અન્ય મહિલા સાથે અફેર હોવાથી ઝઘડા કરી, તું કાંઈ કમાતી નથી, તારે કાંઈ ઘરમાં બોલવાનું નહીં કહી ત્રાસ આપતા હતા.એટલું જ નહીં પતિ મારકૂટ પણ કરી લેતો હતો.સાસુ-સસરા પતિનો સાથ આપતા હતા. સસરા કહેતાં કે આને હજૂ માર,આ માર ને લાયક છે. નણંદ જામનગરમાં સાસરે હોવાથી તેના ઘરની બાબતમાં દખલગીરી કરતી હતી.ગઈ તા.29 ઓગષ્ટના રોજ છોકરાવની બાબતમાં પતિએ ગુસ્સો કરી હાથ ઉપાડી લીધો હતો.એટલું જ નહીં ઘરમાંથી કાઢી મુકતા મામા રાજેશભાઈ ચૌહાણ પોતાના ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ સમાધાન કરી સાસરિયા લઈ ગયા હતા. રક્ષાબંધનના દિવસે પતિ પાસે પોતાનો ફોન માંગતા પતિએ આપવાની ના પાડી, મારકૂટ કરી, ગળું દબાવવાની કોશિશ કરી હતી.તે વખતે પતિએ ઘરની બહાર નીકળી જવાનું કહ્યું હતું. સાસુ અને નણંદે તેના દાગીના કાઢી લીધા હતા.એટલું જ નહીં તેના છોકરા પણ ઝુંટવી લઈ બહાર કાઢી મુકી હતી.આ અંગે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.