કોઠારીયા નજીક 22 વર્ષીય જય પટેલનો આપઘાત - At This Time

કોઠારીયા નજીક 22 વર્ષીય જય પટેલનો આપઘાત


શહેર નજીક આવેલા કોઠારીયા ગામ પાસે શાનદાર ટાઉનશીપમાં રહેતા જય વિનોદભાઈ પોકર પટેલ (ઉ.22)એ આજે વહેલી સવારે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડતા સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.
આ અંગે મૃતકના પરિવારજનો તરફથી મળતી વિગત મુજબ જય પોકર શુભમ નામના કારખાનામાં જોબવર્કનું કામ કરે છે. તેના પિતા કારખાનામાં મજુરી કરે છે. આજે સવારે જયે પોતાના ઘરે ઝેરી દવા પીધી હતી અને માતા-પિતાને જગાડી પોતે ઝેરી દવા પી લીધી છે તેમ કહ્યું હતું.
તત્કાલ તેને સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી શુભમ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આજીડેમ પોલીસને જાણ થતા મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો. આપઘાતનું કારણ જાણવા ન મલતા વધુ તપાસ હાથ ધરાઈ છે..


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.