મનપાની સોલીડ વેસ્ટ શાખાએ જાહેરમાં કચરો ફેંકતા 43ને દંડ ફટકાર્યો, સાડા છ કિલો પ્લાષ્ટીક જપ્ત
રાજકોટ મનપાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા જુદા જુદા વિસ્તારમાં જાહેરમાં ગંદકી કરતાં અને કચરો ફેલાવતા 43 વેપારીને દંડ કરીને 6.5 કિલો ઝબલા જપ્ત કરાયા હતા. 108 ન્યુસન્સ પોઇન્ટની સફાઇ કરીને 26.5 કિલો કચરાનો નિકાલ કરાયો હતો. જેમાં વોર્ડ નં.2, 3, 7, 13, 14 તથા 17માં કુલ-17 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરી 2 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. પશ્ચિમ ઝોનના વોર્ડ નં.1, 8, 9, 10, 11 તથા 12માં 24 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા પોણા બે કિલો ઝબલા જપ્ત કરાયા હતા. તો વોર્ડ નં.4, 5, 6, 15, 16 તથા 18માં પોણા બે કિલો ઝબલા જપ્ત કરાયા હતા. જ્યારે જુદા-જુદા વિસ્તારમાંથી 26 ટન કરતા વધારે કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.