સંતરામપુર નાં અંતરિયાળ વિસ્તારમાં ડીગ્રી વગર ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાઓ સાથે તબીબી પ્રેકટીસ કરતા એક ઇસમને ઝડપી પાડતી મહીસાગર એસ.ઓ.જી. - At This Time

સંતરામપુર નાં અંતરિયાળ વિસ્તારમાં ડીગ્રી વગર ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાઓ સાથે તબીબી પ્રેકટીસ કરતા એક ઇસમને ઝડપી પાડતી મહીસાગર એસ.ઓ.જી.


પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ્ન જાડેજા સાહેબ નાઓએ મહીસાગર જીલ્લામાં માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગરના ગેરકાયદેસર રીતે તબીબી પ્રેકટીસ કરી એલોપેથીક દવાઓ આપી જનતાના સ્વાસ્થ સાથે ચેડા કરતા હોય તેવા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય.
દરમ્યાન એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સ. શ્રી એમ.કે.ખોટનાઓને ખાનગી રાહે બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે સંતરામપુર પો.સ્ટે.ના સીમીયા ગામના ઘાટીયા ફળીયામાં પ્રાથમીક શાળાની પાછળ મુળ પશ્ચિમ બંગાળનો ઇસમ પ્રશાંત કનૈયાલાલ રાય, હાલ રહે, ગામ- સીમલીયા, તા- સંતરામપુરનાનો કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે, સર્ટીફીકેટ વગર ડોક્ટર તરીકેનુ રૂપધારણ કરી અને બીમાર લોકોને તપાસી એલોપોથીક દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમી આધારે એસ.ઓ.જી. સ્ટાફના માણસોને સુચના કરતા સ્ટાફના માણસોએ મેડીકલ ઓફીસર શ્રી તથા ફાર્માસીસ્ટને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા સદરી બોગસ તબીબને ગેરકાયદેસર રીતે રાખેલ એલોપેથીક દવાઓ અંદાજીત કિ.રૂ. ૪૫૧૫૩/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી સારૂ સંતરામપુર પો.સ્ટે. સોપેલ છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.