સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે દિવાળીના તહેવારને લઇ દીવા કરવાના કોડીયાઓ ની ભારે માંગ….
વિગત...
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે માટલા, ગરબા ,તેમજ દિવડા કરવા માટેના કોડીયા સહિતની વિવિધ ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે ત્યારે હાલ દિવાળીના તહેવારને લઈને દીવા કરવા માટેના વિવિધ કોડીયાઓ ની ભારે માંગ રહેતી હોવાથી કોડીયા બનાવવાનો વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો હાલ કોડિયા બનાવી ઘરે બેઠા રોજગારી પણ મેળવી રહ્યા છે અને વિવિધ પ્રકારના સાદા તેમજ ડિઝાઈનવાળા અને કલર ફૂલ વર્ક કરેલા આકર્ષક અલગ-અલગ કોડિયા બનાવી રહ્યા છે જેના થકી મહિલાઓ તેમજ કોડિયા ને કલર કરવો તેમજ વિવિધ પ્રકાર ની ડીઝાઈનો કરવા સહિતના કામ કરવાથી ઘેર બેઠા જ રોજગારી મળી રહે છે
જ્યારે આ બાબતે દિવાના કોડિયા નું ઉત્પાદન કરતા જણાવ્યું હતું કે તેમના યુનિટમાં ૧૫૦થી વધુ વેરાયટીઓ જોવા મળે છે તેમ જ 1રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીની
કોડિયાઓ ની વેરાયટી ઓ જોવા મળે છે જેની દિવાળી સમયે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખૂબ જ માંગ રહેતી હોય છે અને આ સમય દરમિયાન આઠથી દસ લાખ નંગ નું વેચાણ થતું હોય છે જ
રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.