રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં જુદી જુદી 61 જગ્યા માટે ભરતી
ધો.10થી સ્નાતક સુધીના ઉમેદવારો અરજી કરી શકશે
રાજકોટના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં જુદી જુદી 61 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. એઆઈ એરપોર્ટ સર્વિસીસ દ્વારા વિવિધ 11 પોસ્ટની 61 જગ્યાની ભરતી જાહેર કરી છે જેમાં ડ્યૂટી મેનેજર-પેસેન્જરની-1 જગ્યા, ડ્યૂટી ઓફિસર-પેસેન્જરની-1, જુનિયર ઓફિસર-ટેક્નિકલની 1, સિનિયર કસ્ટમર સર્વિસીસ એક્ઝિક્યુટિવની 3, કસ્ટમર સર્વિસીસ એક્ઝિક્યુટિવની 6, જુનિયર કસ્ટમર સર્વિસીસ એક્ઝિક્યુટિવની 12, સિનિયર રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવની 3, યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવરની 6, હેન્ડિમેનની 15 અને હેન્ડિવુમનની 10 જગ્યાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એન્જિનિયરિંગ, મેન્ટેનન્સ, વર્કશોપ સહિતના વિભાગમાં કામગીરી માટે આ ભરતી બહાર પાડી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.