રાજકોટના DEOએ કસરત, હાર્ડવર્ક, રનિંગનું પ્રમાણ ઘટાડવા તમામ સ્કૂલના આચાર્યને કહ્યું, ગરબાના રાઉન્ડમાં પણ ઘટાડો કરવા સૂચના
ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં ઘણા સમયથી હાર્ટ-એટેકનું પ્રમાણ વધી ગયું છે. નાની ઉંમરનાં બાળકો હૃદયરોગના હુમલાનો શિકાર બની રહ્યાં છે. ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી એક્શનમાં આવ્યા છે. આ પ્રકારના બનાવો અટકાવવા માટે DEO બી.એસ. કૈલાએ નાનાં બાળકોને શાળાઓમાં કરાવવામાં આવતી કસરત, હાર્ડવર્ક તેમજ રનિંગ કરાવવાનું પ્રમાણ ઘટાડવા માટે આચાર્યોને મૌખિક સૂચના આપી છે. તેમજ હાલ નવરાત્રિ ચાલી રહી છે તો શાળાઓમાં રમાડવામાં આવતા ગરબાના રાઉન્ડ પણ ઘટાડવા સૂચના આપી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.