ધંધુકા તાલુકાના ગલસાણા પ્રાથમિક શાળાનું ગૌરવ
ધંધુકા તાલુકાના ગલસાણા પ્રા શાળાનું ગૌરવ
જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને મહાલક્ષ્મી જિલ્લા શિક્ષણ, તાલીમ ભવન ડાયટ અમદાવાદ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સયુંકત ઉપક્રમે આયોજિત જિલ્લા ક્ક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેર 2023-24, ડાયટ, અમદાવાદ રાયખડ ખાતે તા. 12/10/2023 અને તા.13/10/2023 દરમિયાન યોજાયો હતો.
અમદાવાદ જિલ્લામાંથી વિવિધ શાળાઓના કુલ 22 ઇનોવેશન રજૂ થયાં. ટીપીઈઓ કચેરી અને બીઆરસી કચેરી, ધંધુકા દ્વારા તાલુકાની 3 શાળાઓની પસંદગી કરવામાં આવી હતી.જેમાં ગલસાણા પ્રા.શાળાની 2 કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ કરાઇ હતી. જેમાં શિક્ષક શ્રી અશ્વિનકુમાર ડી.ડાભી દ્વારા ડિજિટલ વિદ્યાર્થી બચત બેંક અને ભરતભાઈ કે. વાળા દ્વારા લોકભાગીદારી ના નવતર પ્રયોગો રજૂ કરીને શિક્ષકોમાં આકર્ષણ ઊભું કર્યુ હતું.
ઈનોવેશન ફેરમાં ભાગ લેનારા શિક્ષકોને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન એનાયત કરાયા. ડાયટની સમગ્ર ટીમ દ્વારા સમગ્ર આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું. જિલ્લાની શાળાના એક એક શિક્ષકોએ ઇનોવેશન ફેરની મુલાકાત લઈને ઈનોવેશન માટેની પ્રેરણા મેળવી હતી.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.