બોટાદ જિલ્લાના ઢસા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્ય મેળા અન્વયે તબીબી કેમ્પ યોજાયો - At This Time

બોટાદ જિલ્લાના ઢસા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્ય મેળા અન્વયે તબીબી કેમ્પ યોજાયો


બોટાદ જિલ્લાના ઢસા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્ય મેળા અન્વયે તબીબી કેમ્પ યોજાયો

આયુષ્ય મેળામાં ૨૩૦ જેટલાં લાભાર્થીઓએ આરોગ્યલક્ષી સેવાઓનો લીધો લાભ આ કેમ્પમાં મેડિસીન વિભાગના-૫૫ દર્દીઓ,બાળરોગના-૧૦,સ્ત્રીરોગના-૧૨,કાન-નાક-ગળાના રોગના-૧૫,આંખના રોગના-૩૮,ચામડી રોગના-૩૫,દાંત રોગના-૦૪,સર્જરી વિભાગના ૧૧,હાડકા રોગના-૧૯,માનસિક રોગના-૦૨ તેમજ આભા કાર્ડના-૨૨ અને PMJAY કાર્ડના-૦૭ સહિત ૨૩૦ લાભાર્થીઓએ આરોગ્યલક્ષી સેવાઓ મેળવી હતી આ કેમ્પ દરમિયાન મેડીકલ કોલેજ-ભાવનગરની મેડિસીન,સ્ત્રીરોગ નિષ્ણાત,બાળ રોગ નિષ્ણાત,જનરલ સર્જન,કાન-નાક-ગળાના સર્જન,આંખના નિષ્ણાત,મનોચીકીત્સક,ચામડીના નિષ્ણાત,એનેસ્થેટીક અને દાંત રોગના નિષ્ણાત સહિત તબીબોની ટીમ દ્વારા વિવિધ રોગોનું નિદાન,સારવાર અને જરૂરી રેફરલ સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. તબીબી કેમ્પમાં PMJAY કાર્ડ વિતરણ,NCD અંતર્ગત આભા કાર્ડ વિશે કામગીરી કરવામાં આવી હતી કેમ્પને સફળ બનાવવા જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના DIECO કે.ઓ.નાવડિયા તથા DSBCC દિપકભાઇ ભટ્ટે જહેમત ઉઠાવી હતી.તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.