ભેસાણ તાલુકાના ચુડા ગામે શ્રી મહાકાળી ગરબી મંડળ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી ની શરૂઆત કરવામાં આવી.
ભેસાણ તાલુકાના ચુડા ગામે શ્રી મહાકાળી ગરબી મંડળ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી ની શરૂઆત કરવામાં આવી ભેસાણ તાલુકાના ચુડા ગામે સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે આ મંદિર 300 વર્ષ જૂનું છે અને આ પંથકમાં ખૂબ જ જાણીતું છે અને માય ભક્તો માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે અને માનતા પૂર્ણ થયા બાદ અહીં દૂર દૂર થી લોકો માતાજીની માનતા ચડાવવા આવેછે અને અહીં છેલ્લા 60 વર્ષથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે અને અત્યારના આધુનિક સમયમાં પણ અહીં દેશી ગરબા ના તાલે ગરબી મંડળ ની બાળાઓ અને ગામના લોકો અહીં ગરબે રમે છે અને છેલ્લા એક મહિના પહેલાથી અહીં ગરબી મંડળના સભ્યો દ્વારા તનતોડ મહેનત કરી નવરાત્રી ની તૈયારીઓ કરવામાં આવે છે અને ખૂબ મોટું મેદાન હોવાથી અહીં રમવા આવતા લોકોને નવરાત્રી રમવાની અને માણવાની પૂર્તિ વ્યવસ્થા મળે છે અને આખા મેદાન અને લાઇટિંગથી શણગારવામાં આવે છે અને મંદિર તરફ આવતા તમામ રસ્તાઓ પર લાઇટિંગની પૂર્તિ વ્યવસ્થા કરવામાં આવે છે જેથી કરીને રાત્રિના સમયે લોકોને આવવા જવામાં સરળતા રહે અને નવરાત્રી દરમિયાન દર્શનાર્થીઓ અને રમવા આવતા તમામ લોકો માટે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે અને દાતાશ્રીઓ દ્વારા નવે નવ દિવસ ગરબી મંડળ ની તમામ બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને છેલ્લા દિવસે શ્રી મહાકાળી ગરબી મંડળ દ્વારા મોટા ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને આ વર્ષે અહીં માતાજીના સેવક સ્વ. શ્રી વ્રજલાલભાઈ મનસુખભાઈ જયસ્વાલ જુનાગઢ વાળા ના પરિવાર શ્રી હિતેશભાઈ અને શ્રી કેતનભાઇ દ્વારા અહીં મંદિરે ઠંડા પાણીનું વોટર કુલર પાણીના પરબ માટે ભેટ સ્વરૂપે પણ આપેલ છે ચુડા અને આજુબાજુના ગામના તમામ લોકો અહીં વર્ષોથી નવરાત્રી માણવા આવે છે અને માતાજીના દર્શન અને નવરાત્રી નો લહાવો લેછે અને ઘણા વર્ષોથી અહીં નવરાત્રી દરમિયાન માતાજીના વાઘા અને શણગાર વામાં આવે છે આમ નવે નવ દિવસ ગરબી મંડળના તમામ સભ્યો દ્વારા અહીં પૂરતી સેવા આપવામાં આવે છે ખૂબ સહમત ઉઠાવીને પૂરતી વ્યવસ્થા જાળવવામાં આવે છે અને શ્રી મહાકાળી ગરબી મંડળના પ્રમુખ બકુલભાઈ ધાધલ દ્વારા તમામ જાહેર જનતાને નવરાત્રી માણવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે. ..
... રિપોર્ટ . કાસમ.હોથી ભેસાણ......mo.9913465786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.