સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના કચરા પેટીના ટ્રેક્ટરનો જેક ખસી જતાં સફાઈ કામદારને ઈજા - At This Time

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના કચરા પેટીના ટ્રેક્ટરનો જેક ખસી જતાં સફાઈ કામદારને ઈજા


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર દુધરેજ મ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ટ્રેક્ટરની કચરાની પેટીનો જેક શુક્રવારે ખસી જતાં દિનેશભાઇ બબાભાઈ વાઘેલા પર પેટી નીચે દબાઈ ગયા હતા આથી ગંભીર હાલતમાં ગાંધી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતા સફાઈ કામદારો ગાંધી હોસ્પિટલે પહોંચી ગયા હતા જ્યારે સુરેન્દ્રનગર પાના સફાઈ કામદારોના ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડીયા તેમની ખબર અંતર પુછવા દોડી ગયા હતા જ્યાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના વિમો લેવો જોઈએ તે પાલિકા દ્વારા લેવામાં આવેલા નથી જેથી સફાઈ કામદાર સુરક્ષિત નથી આવા બનાવો અવાર નવાર બનતાં હોય છે માનવતાની દ્રષ્ટિ કોઈ પણ ભોગ બનનારની ખબર અંતર પણ પુછતા નથી ત્યારે કામદારો ફક્ત રૂ.141 ના રોજમાં જીવનુ જોખમ લે છે તેમને પુરતી સુવિધાઓ મળવી જોઇએ નગરપાલિકાના સફાઈ કામદારો સુરક્ષિત નથી તેવુ મયુરભાઈ પાટડીયાએ જણાવ્યું હતું નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના વિમો લેવો જોઈએ તે પાલિકા દ્વારા લેવામાં આવેલા નથી જેથી સફાઈ કામદાર સુરક્ષિત નથી આવા બનાવો અવાર નવાર બનતાં હોય છે માનવતા ની દ્રષ્ટિ કોઈ અધિકારી કે પદાધિકારીઓ પણ ભોગ બનનારની ખબર અંતર પણ પુછતા નથી ત્યારે કામદારો ફક્ત રૂ.141ના રોજમાં જીવનુ જોખમ લઈ છે તેમ સફાઈ કામદારોનાં પ્રતિનિધિ મયુરભાઈ પાટડીયાએ જણાવેલ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.