સુરેન્દ્રનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં શ્રમદાન અને માસ મોબીલાઈઝેશન સહિતની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં "સ્વચ્છતા હી સેવા' અભિયાન બન્યું વ્યાપક
"સ્વચ્છતા હી સેવા" અભિયાનને વધુ વ્યાપક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમને વધુ ૨ માસ સુધી લંબાવવામાં આવ્યો છે જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા, દસાડા, ચુડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ, વઢવાણ તાલુકાઓનાં ગામોમાં વિવિધ સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આજ રોજ ચોટીલા તાલુકાના મોકાસર ગામ ખાતે, ચુડા તાલુકાના જેપર ગામ ખાતે, દસાડા તાલુકાના કમાલપુર ગામ ખાતે, ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામ ખાતે, લખતર તાલુકાના ઝમર ગામ ખાતે, લીંબડી તાલુકાના ભોજપરા ગામ ખાતે, મુળી તાલુકાના દાણાવાડા ગામ ખાતે, સાયલા તાલુકાના ધાંધલપુર ગામ ખાતે, થાનગઢ તાલુકાના ઊંડવી ગામ ખાતે તેમજ વઢવાણ તાલુકાના ચમારજ ગામ ખાતે શ્રમદાન, રીપેર, માસ મોબીલાઇઝેશન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં ગામના સરપંચઓ તેમજ લોકો સહભાગી બન્યા હતા નોંધનીય છે કે, સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર શહેર અને ગામના મુખ્ય માર્ગો, સરકારી વસાહતો, કચેરીઓ, જાહેર સ્થળો, યાત્રાધામો તેમજ ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.