શિશુવિહાર પ્રાંગણમાં ભાદરવી અમાસ પ્રસંગે ૨૦૦ બાળકોને ભોજન તથા શૈક્ષણિક સાધન સહાય કાર્યક્રમ યોજાયો….
શિશુવિહાર પ્રાંગણમાં ભાદરવી અમાસ પ્રસંગે ૨૦૦ બાળકોને ભોજન તથા શૈક્ષણિક સાધન સહાય કાર્યક્રમ યોજાયો....
શિશુવિહાર પ્રાંગણમાં ભાદરવી અમાસ પ્રસંગે ૨૦૦ બાળકોને ભોજન તથા શૈક્ષણિક સાધન સહાય કાર્યક્રમ યોજાયો....સ્વાતંત્ર્ય સેનાની અને બાળ કેળવણીકાર શ્રી પ્રેમશંકર ભાઈ ભટ્ટ ની સ્મૃતિ માં સતત ૧૩ માં વર્ષે ભાવનગર શહેરની ૩૧૪ આંગણવાડી પૈકી ૨૦૦ આંગણવાડીના બાળકોને શિશુવિહાર પરિસરમાં તા.૧૪ ઑક્ટોબર ના રોજ પ્રથમ સત્રના સમાપને સર્વ પિતૃ શ્રાદ્ધ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકા ના કમિશ્નર શ્રી ઉપાધ્યાય સાહેબ , ડેપ્યુટી કમિશ્નર શ્રી એમ.આર.બ્રહ્મભટ્ટ , નિરમા લિમિટેડ ના શ્રી મેહુલભાઈ દેસાઈની ઉપસ્થિતિ માં આંગણવાડી તાલીમ માટે આવતા બાળકોની કાળજી ભર્યા ઉછેર કરી તેમનું સ્વસ્થ નાગરિક તરીકે ઘડતર કરવામાં મહત્વની ભૂમિકા વહન કરતા 10 બહેનોનું અભિવાદન તથા ભૂલકાઓને શોલ્ડર બેગ સાથે વોટર બોટલ આપવામાં આવેલ..આ પ્રસંગે સંસ્થા પ્રાંગણ માં આંગણવાડી ના બાળકોને તાલીમ આપનાર શિક્ષક શ્રી પ્રીતિબહેન ભટ્ટ અને આરોગ્ય પ્રવૃત્તિ માં સેવા આપનાર ડોકટર શ્રી અરવિંદભાઈ ત્રિવેદી તથા સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે બાળકોને ભોજન તથા શૈક્ષણિક સાધન માટે સહાય આપનાર દાતાશ્રી નું સવિશેષ અભિવાદન કરવામાં આવેલ..આ કાર્યક્રમ નું સંકલન સંસ્થાના ચીફ કોડીનેટર શ્રી હિનાબહેન ભટ્ટ ,શ્રી પરેશભાઈ પાઠક તથા શ્રી પ્રીતિબહેન ભટ્ટ એ કર્યું હતું....
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.